રીપોર્ટ@અમદાવાદ: ચંડોળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 24 જેટલા ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવાયું

 
પોલીસ
આજથી રોજ ફરી ડિમોલિશન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં ચંડોળા ડિમોલિશન ફેઝ-2ની શરૂઆત થઈ ગઈ છે. આજે ત્રીજા દિવસે તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે. 24 જેટલા ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવાયું છે. અમદાવાદ પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકાએ 10.92 લાખ ચો.મી. જેટલી જગ્યા દબાણમુક્ત કરી છે. ચંડોળા તળાવમાં એક જ દિવસમાં 35 હિટાચી મશીનો અને 15 જેસીબી મશીનોનો ઉપયોગ કરીને લગભગ 8,500 નાના અને મોટા ઈંટના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બુધવારે 20 જેટલા ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા હતા.

ફેઝ-1માં કુખ્યાત લલ્લુ બિહારીના આશિયાના પર સરકારનું બૂલડોઝર ફરી વળ્યું હતું. ત્યારે ફેઝ-2માં ચંડોળા તળાવનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ચંડોળા ઘણા સમયથી બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રહેતા હતા. ફેઝ-2માં આખા ચંડોળા તળાવની ફરતે ડિમોલિશન કરાશે. પોલીસ કમિશ્નરે AMC કમિશ્નર સાથે તમામ ચર્ચા કરી છે. જેમાં 3000 પોલીસ કર્મીઓ અને 25 SRP ટીમ તૈનાત રહેશે. ફેઝ-1માં 1.50 લાખ ચોરસ મીટર એરિયાનો સફાયો કરાયો હતો.

ફેઝ-2માં 2.50 લાખ ચોરસ મીટર દબાણ હટાવાશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું હતું કે ચંડોળા તળાવમાં આજથી રોજ ફરી ડિમોલિશન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ગેરકાયદે તમામ બાંધકામો તોડવામાં આવશે. ચંડોળા તળાવમાં આશરે 10,000 નાનાં-મોટાં કાચાં પાકાં મકાનો અને ઝૂંપડાં છે. વર્ષ 2010 પહેલા ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને વૈકલ્પિક મકાનો આપવા માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યાં છે.