રિપોર્ટ@અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલે કરી બસેરા પોર્ટલની શરૂઆત, 15 હજાર શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું

 
Bhupendr patel
ખાસ વાત એ છે કે 5 રૂપિયાના ટોકન દરે આવાસ આપવામાં આવશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે સીએમની આગેવાનીમાં શ્રમિક બસેરા યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો છે. શ્રમિક બસેરા યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે પાયાની મૂળભૂત સુવિધાઓ સાથે આવાસો આપવાનું આયોજન છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 15 હજાર શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું છે.

શ્રમિક બસેરા યોજના અંતર્ગત 3 લાખ શ્રમિકોને આશ્રય સ્થાન આપવાનો લક્ષ્‍યાંક રાખવામાં આવ્યો છે. 6 વર્ષથી નાના બાળકોને વિના મૂલ્યે રહેવાની સગવડ આપવામાં આવશે. ખાસ વાત એ છે કે 5 રૂપિયાના ટોકન દરે આવાસ આપવામાં આવશે. બાંધકામ શ્રમયોગીઓના કામની નજીક આવાસ અર્થે શ્રમિક બસેરા યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથે ખાતમુહૂર્ત અને પોર્ટલના ઉદઘાટન કરવામા આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કુલ 28 લાભાર્થીઓને વિવિધ યોજનાઓના ચેક પણ વિતરણ કરવામાં આવ્યા.અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ ખાતે કુલ 17 સ્થળોએ અંદાજે 15000શ્રમિકો માટે હંગામી આવાસ બનાવવામાં આવશે. પ્રતિવ્યકિત પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં પાણી, વીજળી, સ્ટ્રીટલાઈટ, શૌચાલય, સુરક્ષા જેવી તમામ સુવિધાઓ આપવામાં આવશે. આગામી 3 વર્ષમાં 3 લાખ શ્રમિકો માટેના આવાસની યોજના બનાવવામાં આવી છે. આ માટે રૂ. 1500 કરોડની જોગવાઈ સરકારે કરી છે.