રિપોર્ટ@અમદાવાદ: આગામી બે દિવસ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, અનેક દિગ્ગજ નેતાઓ પહોંચશે

 
કોંગ્રેસ

૬૪ વર્ષ પાછી આ સૌથી મોટું અધિવેશન યોજાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. જેમાં ભાગ લેવા માટે આજથી જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદમાં આવવાનું શરૂ થશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે આજે અમદાવાદ આવી પહોંચશે. જ્યારે ગાંધી પરિવારના સભ્યો સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી આવતીકાલે અમદાવાદ આવશે. અધિવેશનની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રસ ભવ્ય અધિવેશન યોજશે. અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓના સ્વાગત માટે તૈયારીઓ થઇ ગયો છે. AICCના મેમ્બર અમદાવાદ પહોંચ્યા. અધિવેશન હાજરી આપવા માટે VIP ડેલિગેટ્સ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે. આજે સાંજે 4 વાગે મલ્લિકાઅર્જુન ખડગે અમદાવાદ આવશે. સાંસદ ગેનીબેન ઠાકોર,ગીતા પટેલ, મુમતાઝ પટેલ સહિત કોંગ્રેસના નેતાને આવકારવા પહોંચ્યા છે. એરપોર્ટથી અધિવેશન સુધી 14 સ્ટેજ પર ગુજરાતના જુદા જુદા જિલ્લાના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે.

સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને ગુજરાતની ઝાંખી રજૂ કરાશે. કોગ્રેસના અધિવેશન અંગે અમિત ચાવડાએ જણાવ્યું કે, કોગ્રેસ ગુજરાતના લોકો માટે કામ કરવા માગે છે. આ અધિવેશ તેનો સંદેશ બનશે. આ અધિવેશનમાં કોંગ્રેસની રણનીતિ નક્કી કરશે. આ અધિવેશન ખૂબ મહત્વનું બની રહેશે. ગાંધીઆશ્રમમાં સાંજે પ્રાર્થના સભા યોજાશે. ફિક્સ પગારની પ્રથા નાબૂદ કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. નાના વેપારીઓ સહિતના લોકોની હાલાકીને ધ્યાને લેવાશે. ડ્રગ્સ, દારૂ,વ્યસનો તરફ યુવાઓ વધ્યા છે. તે મુદે પણ ચર્ચા થશે.