રિપોર્ટ@ગુજરાત: વક્ફ બોર્ડ મુદ્દે મળેલી બેઠકમાં વિવાદ, ગૃહ રાજ્યમંત્રી-અસદુદ્દીન ઓવૈસી વચ્ચે ઉગ્ર બોલાચાલી

 
વિવાદ
 બોર્ડ અંગે રાજ્ય સરકારે સૂચનો રજૂ કર્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા કેટલાક સમયથી વકફ બોર્ડનો મુદ્દો સતત ચર્ચાનો વિષય રહ્યો છે. જેને લઈને આજે ગુજરાતમાં બેઠક યોજાઈ હતી. જેમાં JPC સમક્ષ ગુજરાત સરકાર અને ગુજરાત વક્ફ બોર્ડનું ત્યાં પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. અમદાવાદની તાજ હોટલમાં આ મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગમાં JPC વક્ફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષના લોકો સાથે ચર્ચા કરી હતી. આ મીટિંગમાં ગુજરાત સરકાર તરફથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ સાથે JPC ના સભ્ય તરીકે આ બેઠકમાં અસદુદ્દીન ઓવૈસી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં ગરમા ગરમીવાળો માહોલ રહ્યો હતો. અસદુદ્દીન ઓવૈસી અને હર્ષ સંઘવી વચ્ચે જોરદાર ચર્ચાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી સામસામે આવ્યા હતા. આ બેઠકમાં બાર કાઉન્સિલ, વકીલ અસોસિયેશન અને મુતાવલી અસોસિયેશન પોતાનો પક્ષ રાખ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, DGP વિકાસ સહાય પણ પહોંચ્યા હતા. આ સાથે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ પહોંચ્યા. ઈમરાન ખેડાવાલા મુસ્લિમ સમાજ વતી આવેદન પત્ર આપવાના છે. વક્ફ એમેન્ડમેન્ટ 2024ના વિરોધમાં આવેદન આપશે.

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વકફ બોર્ડની બેઠક પુરી થયા બાદ નિવેદન આપ્યું હતું. આ મામલે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, મેં JPC કમિટી સામે સૂચનો મૂક્યા છે. રાજ્યના નાગરિકો અને સરકારના સૂચનો મૂક્યા છે. મેં તમામ મુદ્દા રાજ્ય સરકાર તરફથી મૂક્યા છે. જે રીતે છે એ નિયમ પ્રમાણે આ મુદ્દાઓની ચર્ચા ન થઇ શકે. વકફ બોર્ડ અંગે રાજ્ય સરકારે સૂચનો રજૂ કર્યા છે. કેન્દ્ર સરકારનો આ સરાહનિય પ્રયાસ છે. હું અહી આજે જાહેરમાં ચર્ચા નથી કરી શકતો. રાજ્યના નાગરિકોનાં હિતમાં મે રજૂઆત કરી છે.