આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોનાને લઇને ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. આજે રાજ્યમાં કોરોનાના વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એકલા અમદાવાદ શહેરમાં જ 13 કેસ સામે આવ્યાં છે. જ્યારે અન્ય 6 કેસની વાત કરીએ તો પાટણમાંથી 3 અને ભાવનગર-આણંદ-સાબરકાંઠામાં એક-એક કેસ જોવા મળ્યો છે. આમ રાજ્યની વાત કરીએ તો સૌથી વધુ ચિંતાજનક આંકડો અમદાવાદને લઇને સામે આવી રહ્યો છે. જેમાં અમદાવાદમાં આજે 13 કેસ નોંધાતા કુલ અમદાવાદ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 77 થઇ ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજે એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યાં છે. અત્યાર સુધી માત્ર આ આંકડો 12થી 15ની વચ્ચે જોવા મળતો હતો ત્યારે આજરોજ એક દિવસમાં 19 કેસ સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. અમદાવાદ શહેર વાત કરીએ તો અમદાવાદમાં પણ એક જ દિવસનો અત્યાર સુધીના સૌથી વધારે આંકડો સામે આવ્યો છે. અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. આજે અમદાવાદમાં વધુ 13 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે કેસ નોંધાયા છે.

આમ અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે 30 જેટલા કેસમાં વધારો થયો છે. અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. જેમાં અમદાવાદનો પૂર્વ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે. અમદાવાદમાં 15 લોકો વિદેશથી આવેલા સંક્રમિત છે. જ્યારે 27 આંતરરાજ્ય અને 35 લોકલ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

ક્યાં જીલ્લામાં કેટલા કેસ ?

 • અમદાવાદ 77
 • સુરત 19
 • ભાવનગર 14
 • ગાંધીનગર 13
 • વડોદરા 12
 • રાજકોટ 10
 • પાટણ 5
 • પોરબંદર 3
 • ગીર સોમનાથ 2
 • કચ્છ 2
 • મહેસાણા 2
 • પંચમહાલ 1
 • છોટાઉદેપુર 1
 • જામનગર 1
 • મોરબી 1
 • સાબરકાંઠા 1
 • આણંદ 1

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code