રીપોર્ટ@અમદાવાદ: 18 બેન્કોમાંથી લાખોની નકલી ચલણી નોટો પકડાઈ, જાણો વિગતે
ATMના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ઘૂસાડવાનું ષડયંત્ર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદની ખાનગી અને રાષ્ટ્રીય કૃત 18 બેન્કોમાંથી બે વર્ષમાં બનાવટી 500, 100, 200 અને 50ના દરની રૂપિયા 5.67 લાખની કિંમતની કુલ 1659 ચલણી નોટો પકડાઇ છે. ચોકાવનારી બાબત એ છે કે કમિશન લઇને ગુનેગારો એ.ટી.એમ. યુનિટમાં હોય છે તે કેશ ડિપોઝીટ મશીનમાં તથા બેન્કમાં ભરીને બજારમાં ફરતી કરી રહ્યા છે. નકલી નોટો બનાવવામાં એટલી ચોકસાઇ રખાતી હોય છે કે ખુદ બેન્ક મેનેજર કે પછી બેન્ક કર્મચારી પણ અસલી અને નકલી વચ્ચેનો ભેદ પારખી શકતાં નથી.
ક્રાઇમ બ્રાંચ એસ.ઓ.જીમાં નોકરી કરતા એ.એસ.આઇ. લિયાકતઅલીએ અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓને અમદાવાદની 18 જુદી જુદી બેન્કમાંથી નકલી નોટો મળી આવી હતી. જેમાં આઇ.સી.આઇ. બેન્કમાંથી 500ના દરની 272 તથા 200ની 72 તેમજ 100ના દરની 79 અને 50ના દરની 27 મળ કુલ 450 બનાવટી ચલણી નોટો કોઇક અજાણી વ્યક્તિ દ્વારા બેન્કમાં ભરી હતી. તેમજ એચ.ડી. એફ.સી બેન્કમાં પણ 500, 200, 100 અને 50ની કુલ 531 નોટો તેમજ ભારતીય રિઝર્વ બેન્કમાંથી 207 નકલી નોટો મળી આવી હતી.
આ પ્રમાણે કાલુપુર કૉ.ઓ. બેન્ક તથા એક્સિસ બેન્ક અને બેન્ક ઓફ બરોડા, સાસ્વત બેન્ક અને આઇ.ડી.આઇ. બેન્ક તથા એસ.બી.આઇ સહિત કુલ 18 બેન્કમાંથી કુલ બે વર્ષમાં બનાવટી 500, 100, 200 અને 50ના દરની રૂ. 5.67 લાખની કિંમતની કુલ 1659 ચલણી નોટો પકડાઇ છે. પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે કેશ ડિપોઝીટ મશીન તથા બેન્કમાં આવી નકલી નોટો ભરનારાની તપાસ શરુ કરવામાં આવી રહી છે.અમદાવાદની 18 બેન્કમોંથી પકડાયેલી બનાવટી ચણણી નોટોમાં વર્ષો પહેલા સરકાર દ્વારા બંધ કરાયેલા રૂ. 2000ના દરની 06 નોટો મળી આવી હતી આશ્ચર્યની વાત તો એ છે કે આ નોટો બંધ થયે 10 વર્ષનો સમય થયો હોવા છતાં બેન્ક કર્મચારીઓએ કેવી રીતે સ્વીકારી.

