રિપોર્ટ@અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે પથ્થરમારાની ઘટનામાં કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓના જામીન કર્યા મંજૂર

 
ઘટના
કોંગ્રેસ પ્રમુખે ભાજપના 150 કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોંગ્રેસ ઓફિસ ખાતે થયેલ પથ્થરમારાની ઘટનામાં કોંગ્રેસના 5 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. પાંચેય કાર્યકર્તાઓની ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી પર આજે સુનાવણી થઈ હતી. ગુજરાત હાઇકોર્ટે પથ્થરમારાની ઘટનામાં કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓના જામીન મંજૂર કર્યા છે. વધુ તપાસની જરૂર ના હોવાની બચાવ પક્ષની દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.સમગ્ર ઘટના મામલે પોલીસ દ્વારા મુદ્દામાલ પણ રિકવર કરી લેવામાં આવ્યો છે.

કોંગ્રેસ કાર્યકર્તાઓને 10,000 રૂપિયાના બોન્ડ ઉપર ગુજરાત હાઇકોર્ટ જામીન મંજૂર કર્યા છે.રાહુલ ગાંધીના નિવેદન મામલે ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યાલય પાસે આવીને કોંગ્રેસના કાર્યકરો પર પથ્થરમારો કર્યો હતો. જો કે આ સંદર્ભમાં પોલીસે કોગ્રેસ તરફથી ફરિયાદ નોંધી નહોતી. ભાજપના નેતાની કોગ્રેસના કાર્યકરો વિરૂદ્વ ફરિયાદ નોંધી હતી. એટલું જ નહી પોલીસે કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વિરૂદ્વ દાખલ કરેલી ફરિયાદમાં પણ ભાજપના કાર્યકરોના નામનો ઉલ્લેખ નહોતો કરાયો. છેવટે આ મામલે કોંગ્રેસે આગામી 6 જુલાઇના રોજ રાજ્યવ્યાપી દેખાવ કરવાની જાહેરાત કરતા સરકારની સુચના બાદ એલિસબ્રીજ પોલીસ કોંગ્રેસના શહેર પ્રમુખ હિમતસિંહ પટેલની ભાજપના 16 કાર્યકરોના નામજોગ ફરિયાદ દાખલ કરી હતી.

અગાઉ આ ઘટનામાં એલિસબ્રીજ પોલીસ મથકે બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખની કોંગ્રેસના નેતાઓ અને 200 જેટલા કાર્યકરોના ટોળા વિરૂદ્વ ફરિયાદ નોંધી હતી. જ્યારે બીજી ફરિયાદ પોલીસ પરના હુમલાની નોંધવામાં આવી હતી. જેમાં કોગ્રેસ અને ભાજપના કાર્યકરો વિરૂદ્વની હતી. જો કે પોલીસે કોંગ્રેસ દ્વારા ભાજપના કાર્યકરો વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ લીધી નહોતી અને પોલીસ પરના હુમલાની ફરિયાદમાં પણ માત્ર કોંગ્રેસના કાર્યકરોના નામ જ નોંઘ્યા હતા.