રીપોર્ટ@અમદાવાદ: ગૃહમંત્રી અમિત શાહે થલતેજમાં 861 EWS આવાસનું લોકાર્પણ કર્યું

 
અમિત શાહ
6,00,932 આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગૃહમંત્રી અમિતશાહે કહ્યું 'આજે ખરેખર મારા માટે આનંદનો દિવસ છે અને પરિવારને ઘરનું ઘર મળે છે. અને આવાસની બાજુમાં બંગલા 20 કરોડથી ઓછો નહીં હોય, આ મકાન બધાના જીવનમાં નવી શરૂઆત કરશે અને અભ્યાસ, આરોગ્ય, સામુહિક મનોરંજનની વ્યવસ્થા કરી, વડીલો માટે બેસવા માટેની પણ વ્યવસ્થા છે તેવું અમિત શાહે કહ્યું છે. AMC દ્વારા આશરે 49.9 કરોડના ખર્ચે આવાસો તૈયાર કરાયા છે અને ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 861 EWS આવાસો તૈયાર કરાયા છે, ભાજપ શહેર પ્રમુખ પ્રેરક શાહ,ધારાસભ્યો અન્ય નેતાઓ આ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.

સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરીએ તો, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત કુલ 7.64 લાખ આવાસોના લક્ષ્‍યાંક સામે કુલ 9.66 લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર આવાસો પૈકી 9.07 લાખ જેટલા આવાસોનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતને વર્ષ 2019માં વિવિધ કેટેગરીમાં કુલ 6 અને વર્ષ 2022માં વિવિધ કેટેગરીમાં કુલ 7 એવોર્ડ પ્રાપ્ત થયા છે.પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વર્ષ 2016-17થી વર્ષ 2024-25 સુધીમાં ભારત સરકાર દ્વારા 8,43,168 આવાસનો લક્ષ્‍યાંક મળ્યો છે, તે પૈકી કુલ 6,00,932 આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.