રિપોર્ટ@અમદાવાદ: ગૃહમંત્રી અમિત શાહે 'ભારત માતા સ્કલ્પચર'નું અનાવરણ કર્યું, ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા

 
અમદાવાદ
ઉપસ્થિત સૌએ ભારત માતાના જયઘોષનો નારો લગાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે નવા વાડજ સર્કલ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલ 'ભારત માતા સ્કલ્પચર'નું અનાવરણ કરાયું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભારત માતા સ્કલ્પચરનું અનાવરણ કરી નમન કર્યા હતા. ઉપસ્થિત સૌએ ભારત માતાના જયઘોષનો નારો લગાવ્યો હતો. સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્રિમ ઝોનના નવા વાડજ સર્કલ પાસે અંદાજિત 18 ફૂટ ઊંચાઈનું 'ભારત માતા સ્કલ્પચર'નું નિર્માણ કરાયું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબહેન વાઘેલા, શહેરના મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબહેન શાહ, સ્થાનિક સંસદસભ્યઓ તથા ધારાસભ્યઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.