રીપોર્ટ@અમદાવાદ: સ્પુતનિક V વેક્સિનની શરૂઆત, એક ડોઝની કિંમત જાણવા ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં કોવિશિલ્ડ, કોવેકસીન બાદ હવે આજથી સ્પુતનિક V વેક્સિન મળવાની શરૂઆત થઈ છે. 1145 રૂપિયામાં (મૂળ કિંમત 995 + હેન્ડલિંગ ચાર્જ 150) સ્પુતનિક V (Sputnik V) વેક્સિનના ડોઝ ક્રિષ્ના શેલબી હોસ્પિટલ દ્વારા આપવાની શરૂઆત કરાઈ છે. અત્યારે ક્રિષ્ના શેલબી હોસ્પિટલમાં સ્પુતનિક V વેકસીનના 600 ડોઝ આવ્યા છે
 
રીપોર્ટ@અમદાવાદ: સ્પુતનિક V વેક્સિનની શરૂઆત, એક ડોઝની કિંમત જાણવા ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં કોવિશિલ્ડ, કોવેકસીન બાદ હવે આજથી સ્પુતનિક V વેક્સિન મળવાની શરૂઆત થઈ છે. 1145 રૂપિયામાં (મૂળ કિંમત 995 + હેન્ડલિંગ ચાર્જ 150) સ્પુતનિક V (Sputnik V) વેક્સિનના ડોઝ ક્રિષ્ના શેલબી હોસ્પિટલ દ્વારા આપવાની શરૂઆત કરાઈ છે. અત્યારે ક્રિષ્ના શેલબી હોસ્પિટલમાં સ્પુતનિક V વેકસીનના 600 ડોઝ આવ્યા છે જેમાંથી 200 જેટલા વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ માટે 28,800 જ્યારે સમગ્ર રાજ્ય માટે 40,000 સ્પુતનિક V (Sputnik V) વેક્સિનના ડોઝ શેલબી ગ્રૂપ તરફથી ખરીદવામાં આવ્યા છે. ગુજરાત સિવાય અલગ અલગ રાજ્યમાં આવેલી શેલબી હોસ્પિટલ માટે કુલ મળીને 82,800 ડોઝની ખરીદી કરાઈ છે. 15 દિવસ બાદ સ્પુતનિક V વેક્સિનનો બીજો ડોઝ શેલબી હોસ્પિટલમાં પહોંચશે. આગામી ત્રણ દિવસમાં ગુજરાતની તમામ 6 શેલબી હોસ્પિટલમાં સ્પુતનિક V વેક્સિનના ડોઝ આપવાની શરૂઆત થશે.

શેલબી ગ્રૂપ દ્વારા ગુજરાતની 6 હોસ્પિટલ સિવાય જબલપુર, જયપુર, ઇન્દોર, મોહાલી અને મુંબઈમાં આવેલી હોસ્પિટલમાં પણ સ્પુતનિક V વેક્સિનના ડોઝ આપવામાં આવશે. સ્પુતનિક V વેક્સિન લેવા ઇચ્છુક લોકો ઓન સ્પોટ રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન મેળવી શકે છે આ સિવાય કોવિન એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન મારફતે પણ વેક્સિનનો ડોઝ મેળવી શકશે. પ્રથમ ડોઝ 1145 રૂપિયામાં લીધાના 21 દિવસ બાદ ફરી 1145 રૂપિયા ચૂકવીને બીજો ડોઝ લેવાનો રહેશે. માઇનસ 20 ડીગ્રી પર સ્પુતનિક V વેક્સિનને રાખવાની જરૂરિયાત રહે છે. સવારે 9 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી ક્રિષ્ના શેલબી હોસ્પિટલમાં સ્પુતનિક V વેક્સિનનો ડોઝ ઇચ્છુક લોકો મેળવી શકશે.