રિપોર્ટ@અમદાવાદ: કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો, AMCનો નિર્ણય
31 ડિસેમ્બર 2024 સુધીના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકુફ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધનને લઈ AMC દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર આખા દેશમાં શોકની લાગણી ફેલાઈ છે. દેશના મહાન સપૂતના નિધન બાદ દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહના દુઃખદ અવસાન નિમિત્તે "કાંકરિયા કાર્નિવલ2024"ના આજ તારીખ 27 ડિસેમ્બર 2024થી તારીખ 31 ડિસેમ્બર 2024 સુધીના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવેલ છે. કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્ય પ્રવેશ ચાલુ રહેશે.પૂર્વ પ્રધાનમંત્રીને શ્રદ્ધાંજલિ આપતા એએમસી દ્વારા નિર્ણય લેવાયો છે. કાંકરિયા કાંર્નિવલમાં લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે. સાથે જ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. આવામાં 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ રદ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે,
25મી ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024નો પ્રારંભ કરાવ્યો હતો.નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના ગઈ રાત્રે થયેલા અવસાન અંગે સદગતના સન્માનમાં જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી શોકને અનુલક્ષીને 27મી ડિસેમ્બરે શુક્રવારે યોજાનારા મુખ્યમંત્રીના બધા જ કાર્યક્રમો રદ કરાયા છે.