રિપોર્ટ@અમદાવાદ: વસ્ત્રાલમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલ આતંક મામલે મોટી કાર્યવાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલ આતંક મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડી પાડવા પોલીસ અને AMCની ટીમ પહોંચી છે. પોલીસને સાથે રાખીને ગેરકાયદે બાંધકામ તોડવા AMCની ટીમ પહોંચી છે. અમરાઈવાડી વિસ્તારમાં આવેલા લવજી દરજીની ચાલી ખાતે ટીમ પહોંચી છે.પોલીસ કમિશનર જી. એસ. મલિક, સેક્ટર 2 ઝોન 5 ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. જ્યારે આરોપીના પરિવારે પોલીસ સાથે અભદ્ર ભાષામાં વાત કરીને ઉગ્ર વિરોધ કર્યો છે. 14 આરોપીમાંથી 7 આરોપીના મકાન ગેરકાયદે છે. 7 આરોપીના ગેરકાયદે બાંધકામના મકાન તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે.
પોલીસને સાથે રાખીને ગેરકાયદે બાંધકામ તોડવા AMCની ટીમ પહોંચી છે. અમરાઈવાડી વિસ્તારમાં આવેલા લવજી દરજીની ચાલી ખાતે ટીમ પહોંચી છે. બીજા અન્ય આરોપી અલ્કેશ યાદવનું મકાન પણ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે, ગુરુવારે રાત્રે અંગત અદાવતમાં અસમાજિક તત્વોએ લાકડી, તલવાર સાથે આખા વિસ્તારને બાનમાં લીધા બાદ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે કાયદાનો દંડો ઉગામતા આરોપીઓને સકંજામાં લઈ લીધા હતા. પોલીસે એક સગીર સહિત 14 આરોપીઓની ધરપકડ કરી હતી, જે બાદ તમામને બરાબરનો કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
આ અસમાજિક તત્વોની ધરપકડ કરાયા બાદ ગઈકાલે શુક્રવારે બપોરે પોલીસની ટીમ આ આરોપીઓ લઈને બનાવ સ્થળે પહોંચી હતી અને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન આ તોફાની તત્વોને જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન આરોપીઓ બે હાથ જોડીને સ્થાનિકોની માફી માંગી હતી. જ્યારે પોલીસ આરોપીઓને લઈને ઘટના સ્થળે પહોંચી, ત્યારે સ્થાનિકોએ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તો બીજી બાજુ આરોપીઓ પણ મોઢું છુપાવતા બે હાથ જોડીને લોકોની માફી માંગતા નજરે પડ્યા હતા.