રીપોર્ટ@અમદાવાદ: ખનન માફિયાઓએ સાબરમતી નદીમાં ગેરકાયદેસર બ્રિજ બનાવ્યો, જાણો વિગતે

 
બ્રીજ
જેના પરથી ડમ્પર અને જેસીબી બેરોકટોક નદીમાં અવરજવર કરે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ખનન માફિયા કાયદાના લીરેલીરા ઉડાડી રહ્યા છે. અમદાવાદની લોકમાતા સાબરમતી નદીમાં બેફામ ખનન કરી રહ્યા છે.ગેરકાયદેસર ખનન કરવા માટે તેઓએ ગેરકાયદેસ બ્રિજ બનાવી દીધો છે. જેના પરથી ડમ્પર અને જેસીબી બેરોકટોક નદીમાં અવરજવર કરે છે અને રાતદિવસ ખનન પ્રક્રિયા ચાલી રહી છે. સાબરમતી નદીમાં થતા બેફામ ખનનને લઈને કેટલાક પ્રશ્નો ચોક્કસ ઉદ્દભવે છે. અમદાવાદમાં માતેલા સાંઢ જેવા બનેલા ખનન માફિયા પર કોના છે ચાર હાથ ? કોના આશીર્વાદથી સાબરમતીમાં બનાવ્યો આ ગેરકાયદેસર બ્રીજ? સાબરમતીમાં બેફામ ખનન કરતા માફિયાઓને કોનું છે પીઠબળ?

ગેરકાયદેસર અને સરાજાહેર થતું ખનન કોઈકની રહેમનજર હેઠળ જ થતું હોવું જોઈએ. રાજ્યમાં ગેરકાયદેસર ખનન રોકવા માટે કાર્યવાહી કરવી જોઈએ. સાબરમતી નદીમાં થતા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ જોઈને લાગે છે કે, ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ એસી કેબિનમાં બેસીને માત્ર પગાર લે છે પરંતુ કાર્યવાહી કરતા નથી અથવા તો પછી અધિકારીઓને બધી ખબર છે પરંતુ આંખ આડા કાન કરવા માટે નિયમિત હપ્તો લેતા હોવા જોઈએ. બેફામ અને છાકટા બનેલા ખનન માફિયાઓ કાયદો વ્યવસ્થાનો સરાજાહેર ભંગ કરે તે અયોગ્ય છે. ખનન માફિયાના મનમાં કાયદાનો ડર બેસે તેવી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.