રીપોર્ટ@અમદાવાદ: લગ્નની મંજૂરી બાબતે પોલીસને દરરોજ મળી રહી છે 50થી વધુ અરજીઓ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ અમદાવાદમાં દરરોજ ત્રણ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ ગાઇડલાઇનની અમલવારી વચ્ચે લોકોને સામાજિક પ્રસંગ યોજવા માટે અનેક મુશ્કેલી સાથે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. આ સમયે અમદાવાદ શહેરમાં પોલીસ પાસે લગ્ન સહિત સામાજિક પ્રસંગની 380 અરજી મળી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
રીપોર્ટ@અમદાવાદ: લગ્નની મંજૂરી બાબતે પોલીસને દરરોજ મળી રહી છે 50થી વધુ અરજીઓ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ અમદાવાદમાં દરરોજ ત્રણ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ ગાઇડલાઇનની અમલવારી વચ્ચે લોકોને સામાજિક પ્રસંગ યોજવા માટે અનેક મુશ્કેલી સાથે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. આ સમયે અમદાવાદ શહેરમાં પોલીસ પાસે લગ્ન સહિત સામાજિક પ્રસંગની 380 અરજી મળી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 380 અરજી આવી છે. આ અરજીમાં લગ્ન સહિત યજ્ઞ, કથા, શ્રીમંત સહિતના સામાજિક પ્રસંગો યોજવા માટે મંજૂરી માંગવામાં આવી છે. આ તમામ અરજદારોને પોલીસે કોરોનાની ગાઈડલાઈન મુજબ મંજૂરી પણ આપી હોવાનું કંટ્રોલ ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું છે.આ સાથે અમદાવાદ શહેર પોલીસે તમામ અરજદારોને એક સૂચન પણ આપ્યું છે. જે પ્રમાણે પ્રસંગમાં અલગ અલગ વાનગીના ટેબલ સાથે માસ્ક અને સૅનિટાઇઝરના ટેબલ પણ પ્રવેશ દ્વાર પર રાખવામાં આવે. આ ઉપરાંત સરકારે ભલે 100 લોકોની મંજૂરી આપી હોય પરંતુ શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓઠા લોકો એકઠા થાય તેવું આયોજન કરવું. સૌથી વધુ આયોજન અમદાવાદના નિકોલ અને સોલા વિસ્તારમાં છે.

સમગ્ર મામલે નિકોલ પીઆઇ વી.ડી.ઝાલાએ જણાવ્યું હતુ કે, તેમના પોલીસસ્ટેશનમાં અત્યારસુધી કુલ 125 અરજી આવી છે. તમામ નિયમો પાળવાની સાથે જ પરમિશન આપવામાં આવી છે. રોજની 50થી 70 અરજીઓ આવતી હોય છે. અરજી મંજૂર કરતાની સાથે સાથે તમામ અરજદારોને નિયમો સમજાવવામાં આવે છે. જે પણ લોકો લગ્ન અંગે અરજી કરવા પોલીસ સ્ટેશન જાય ત્યારે છે ત્યારે તેઓએ એક કંકોત્રી, અરજદારના આધારકાર્ડની ઝેરોક્ષ અને જે 100 મહેમાનો આવવાના હોય તેમના નામ અને નંબર સાથેનું લિસ્ટ પણ આપવાનું રહે છે. બીજી તરફ અવારનવાર પોલીસ સાથે આયોજકો પણ મિટિંગ કરે છે, જેથી તમામ લોકોના ધ્યાનમાં તમામ મુદ્દાઓ રહે અને સંક્રમણ ન ફેલાય તેનું ધ્યાન રહે.