રીપોર્ટ@અમદાવાદ: પોલીસ સ્ટેશનોના 290 અધિકારીઓ સહિત સ્ટાફ ક્વોરેન્ટાઈનમાં

અટલ સમાચાર,ડેસ્ક કોરાનાની ઝપેટમાં મેડિકલ સ્ટાફ અને કોર્પોરેશનના અધિકારીઓ બાદ પોલીસ જવાનો કોરાનાના રોગ ચાળામાં સપડાઇ રહ્યા છે. અમદાવાદમાં ખાડિયા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનનો મોટા ભાગના પોલીસ અધિકારીઓ અને જવાનો કોરાનાની ઝપેટમાંઆવી ગયા છે, ખાડિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ બાદ પોલીસ ઇન્સ્પેકટરને કોરાનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આમ અમદાવાદમાં કુલ ૩૨ પોલીસને કોરોના રિપોર્ટ પોઝીટીવ
 
રીપોર્ટ@અમદાવાદ: પોલીસ સ્ટેશનોના 290 અધિકારીઓ સહિત સ્ટાફ ક્વોરેન્ટાઈનમાં

અટલ સમાચાર,ડેસ્ક

કોરાનાની ઝપેટમાં મેડિકલ સ્ટાફ અને કોર્પોરેશનના અધિકારીઓ બાદ પોલીસ જવાનો કોરાનાના રોગ ચાળામાં સપડાઇ રહ્યા છે. અમદાવાદમાં ખાડિયા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનનો મોટા ભાગના પોલીસ અધિકારીઓ અને જવાનો કોરાનાની ઝપેટમાંઆવી ગયા છે, ખાડિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ બાદ પોલીસ ઇન્સ્પેકટરને કોરાનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આમ અમદાવાદમાં કુલ ૩૨ પોલીસને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં તમામ પોલીસ કર્મચારી સારવાર હેઠળ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ કેસની વિગત એવી છે અમદાવાદમાં કોરોના રોગચાળો કાળો કહેર વર્તાવી રહ્યો છે,તેમાંયે ખાસ કરીને કોરોના વાઇરસ ફેલાય નહી તે માટે પલ્બીક વચ્ચે સતત લોક ડાઉનના તથા શહેરના કોટ વિસ્તારમાં કરફ્યુમાં કાયદો અને વ્યવસ્થા સાચવવાની કામગીરી કરતા પોલીસ જવાનો એક પછી એક કોરાનામાં સપડાઇ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદમાં ફરજ બજાવતા પાલીસ અધિકારી સહિત અને કર્મચારીઓ સહિત કુલ ૩૨ પોલીસ જવાનોેના કોરોનાના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જ્યારે ખાડિયા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના એસીપી, પીઆઇ, પીએસઆઇ સહિત અમદાવાદના ટ્રાફિક શાખા તથા કાલુપુર, દરિયાપુર, શાહપુર, ખોખરા સહિત પોલીસ સ્ટેશનના કુલ ૨૯૦ પોલીસને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

નોંધનિય છે કે, કોરાના વાઇરસ પ્રસરે નહી માટે છેલ્લા એક મહિનાથી અમદાવાદમાં કલમ-૧૪૪ અને લોકડાઉનનો અમલ ચાલુ છે, પોલીસ દ્વારા આ કાયદાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે, તેમાંયે ખાસ કરીને પોલીસ લટાર મારવા માટે નીકળેલા લોકોને ડ્રોનની મદદથી પકડી રહી છે, આ કામગીરીમાં પોલીસ જવાનો એક બીજાના સંપર્કમાં આવવાના કારણે કોરોનામાં સપડાઇ રહ્યા છે.