રીપોર્ટ@અમદાવાદ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચંડોળા તળાવ વિસ્તારમાં આજે બીજા તબક્કાનું ડિમોલિશન હાથ ધરાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવ વિસ્તારમાં આજે બીજા તબક્કાની ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ તબક્કાની કામગીરીમાં તંત્ર દ્વારા મોટાપાયે ડિમોલિશન હાથ ધરી દોઢ લાખ ચો.મીટર જેટલી જમીન ખુલ્લી કરાઇ હતી. હજુ પાંચ લાખ ચો.મીટર જેટલા વિસ્તારમાં ડિમોલિશન કરવાનું બાકી છે. જે બીજા અને ત્રીજા તબક્કાની કામગીરીમાં કરાશે. સરકારે આ જમીન પર ફરી દબાણ ઉભા ન થાય માટે પણ વ્યવસ્થા કરી છે.
મીની બાંગ્લાદેશ તરીકે જાણીતો બની ગયેલા આ વિસ્તારની ઘણીખરી જમીન હવે ડિમોલેશન બાદ મેદાનમાં ફેરવાઇ ગઇ છે. ચંડોળા તળાવની દીવાલ બનાવવા માપણીની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ચંડોળા તળાવ પરના લલ્લા બિહારીના ગેરકાયદેસર સામ્રાજ્યનો અંત આવ્યો છે.બાપ દીકરાએ સરકારી જમીન પર વસાહત ઉભી કરીને લોકો પાસેથી ભાડા ઉઘરાવ્યા હતા. ગેરકાયદેસર લોકોને અહીં વસાવી તેમને પાણી, વીજળી, પાર્કિગની વ્યવસ્થા પુરી પાડી તેમની પાસે પૈસા પડાવ્યા હતા. ચંડોળા તળાવ બાદ મિલલતનગરમાં પણ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં 1 હજારથી લઈને 5 હજાર ભાડા પર મકાન ભાડે આપવામાં આવતા હતા.