રીપોર્ટ@અમદાવાદ: ઝાયડસની કોરોના વેક્સિન તૈયાર, ઈમરજન્સી વપરાશની મંજૂરી માંગી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના વાયરસ સામે લડી રહેલા ભારતને ગુજરાતની કંપની દ્વારા આશાની વધુ એક કિરણ મળી છે. અમદાવાદની ઝાયડસ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ કોરોના વેક્સિન તૈયાર થઈ ગઈ છે અને તેની મંજૂરી માટે અરજી કરવામાં આવેલ છે. ઝાયડસ કંપની દ્વારા કોરોના વાયરસની રસી તૈયાર કરવામાં આવી છે અને ત્રીજા ટ્રાયલ બાદ
 
રીપોર્ટ@અમદાવાદ: ઝાયડસની કોરોના વેક્સિન તૈયાર, ઈમરજન્સી વપરાશની મંજૂરી માંગી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના વાયરસ સામે લડી રહેલા ભારતને ગુજરાતની કંપની દ્વારા આશાની વધુ એક કિરણ મળી છે. અમદાવાદની ઝાયડસ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ કોરોના વેક્સિન તૈયાર થઈ ગઈ છે અને તેની મંજૂરી માટે અરજી કરવામાં આવેલ છે. ઝાયડસ કંપની દ્વારા કોરોના વાયરસની રસી તૈયાર કરવામાં આવી છે અને ત્રીજા ટ્રાયલ બાદ હવે ઈમરજન્સી વપરાશ માટે અરજી કરવામાં આવી છે. જૉ કેન્દ્ર સરકારની સંસ્થા દ્વારા આ રસીને મંજૂરી આપી દેવામાં આવે તો તરત જ દેશના લોકોને રસી મળી રહેશે. આટલું જ નહીં કંપનીએ આ રસીના એક કરોડ ડોઝ પ્રતિ મહિને બનાવવાની તૈયારી દર્શાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાલમાં ભારતને બે રસીને મંજૂરી મળી હતી કોવિશિલ્ડ અને કોવેક્સિન, બાદમાં રશિયાની સ્પુટનીક વીને પણ ભારતમાં વાપરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આશા છે કે ભારતને વધુ એક રસી મળી રહેશે. કોરોના વાયરસ સામે લડવા માટે દુનિયાના મોટા ભાગના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો માને છે કે ભારતમાં વહેલામાં વહેલું રસીકરણ કરવું જોઈએ.