રીપોર્ટ@અંબાજી: આદ્યશક્તિ હોસ્પિટલમાં RTPCR ટેસ્ટ શરૂ, કોવિડ સેન્ટરની પણ સુવિધા ઉપલબ્ધ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં RTPCR ટેસ્ટ શરૂ કરી દેવાયા છે. આ સાથે કોરોના પોઝિટીવ દર્દીઓ માટે 50 બેડ સાથેનું કોવિડ સેન્ટરની સુવિધા પણ ઉપલબ્ધ કરાઇ છે. બનાસકાંઠામાં સતત વધી રહેલાં કેસોની વચ્ચે અંબાજી તથા આસપાસના લોકોને ટેસ્ટ કરાવવા છેક દાંતા જવુ પડતું હતુ. જોકે યાત્રાધામ અંબાજીમાં RTPCR
 
રીપોર્ટ@અંબાજી: આદ્યશક્તિ હોસ્પિટલમાં RTPCR ટેસ્ટ શરૂ, કોવિડ સેન્ટરની પણ સુવિધા ઉપલબ્ધ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં RTPCR ટેસ્ટ શરૂ કરી દેવાયા છે. આ સાથે કોરોના પોઝિટીવ દર્દીઓ માટે 50 બેડ સાથેનું કોવિડ સેન્ટરની સુવિધા પણ ઉપલબ્ધ કરાઇ છે. બનાસકાંઠામાં સતત વધી રહેલાં કેસોની વચ્ચે અંબાજી તથા આસપાસના લોકોને ટેસ્ટ કરાવવા છેક દાંતા જવુ પડતું હતુ. જોકે યાત્રાધામ અંબાજીમાં RTPCR શરૂ કરી દેવાતાં લોકોને રાહત મળી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં RTPCR ટેસ્ટ શરૂ કરી દેવાયા છે. યાત્રાધામ અંબાજીમાં પણ દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અંબાજી આસપાસના લોકોને કોરોનાનો RTPCR ટેસ્ટ કરાવા અંબાજી થી 22 કિલોમીટર દૂર દાંતા જવું પડતું હતું. જોકે હવે RTPCR ટેસ્ટ અંબાજીમાં સ્થાનિક આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં શરૂ કરી દેવાયા છે. હાલ તબક્કે અંબાજી સહિત આસપાસના વિસ્તારના આદિવાસી લોકો અંબાજી ખાતે RTPCR ટેસ્ટ કરાવી રહ્યા છે. જેથી હવે અસરગ્રસ્ત કે શંકાસ્પદ કોરોના દર્દીઓને બળતા તાપમાં 22 કિલોમીટર દૂર નથી જવું પડતું.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અંબાજીમાં RTPCRના ટેસ્ટ રિપોર્ટ મોડો આવતો હોવાથી રિપોર્ટ ઝડપથી આવે તેવી માંગ કરાઈ રહી છે. હાલમાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ અંબાજી માં કોવિડ સેન્ટરની પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જેમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે 50 બેડ ઉપલબ્ધ કરાયા છે. આ સાથે ટુંક સમયમાં જ ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે અને આ કોવિડ સેન્ટરમાં દાખલ થનાર દર્દીને નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યું છે.