રિપોર્ટ@અમરેલી: લેટરકાંડ મુદ્દે સાંસદ પરસોત્તમ રૂપાલાએ પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ, જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમરેલીમાં પાટીદાર દીકરી પાયલ ગોટી મુદ્દે સાંસદ પરશોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમરેલી પોલીસે ઉતાવળ કરી છે અને દીકરી સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી. આ પ્રકરણને એક તરફ લઈ જવાનો પ્રયાસ પણ યોગ્ય નથી. વધુમાં કહ્યું કે, કોંગ્રેસ ધરણા કરે છે, એ તો વિપક્ષ માટે એમનું કામ છે. પણ આખા પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી. એને બદલે એક તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે યોગ્ય નથી. બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો વિવાદ ચાલી રહ્યો છે. એની સામેના આ વિષયની તપાસમાંથી જે પ્રશ્ન ઊભો થયો છે, એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન મારી સમજની બહાર છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, પોલીસ કર્મીઓ સામે પગલા લેવા જોઈએ શું લાગે? ત્યારે તેમણે કહ્યું કે, જવાબદાર પોલીસ કર્મીઓ અને પોલીસ અધિકારીઓ માટે આપણા એસપીએ કમિટી નિમી દીધી છે. મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી થશે.જ્યારે તેમને પૂછવામાં આવ્યું અમરેલી ભાજપમાં જૂથવાદ ચાલે છે જેમાં, એક તમારું જૂથ છે, એક વેકરિયાનું જૂથ છે. કોંગ્રેસ એવા આક્ષેપ કરે છે કે આ બનાવ એમના જૂથના કારણે બન્યો છે.
જેના જવાબમાં રુપાલાએ કહ્યું કે, મારા જૂથ અંગેની માહિતી મારી પાસે નથી.પ્રથમ તો આ વાત એણે સ્વીકારી, એ આવકાર્ય છે કે પોલીસની ભૂલ છે, પોલીસની ક્ષતિ છે.કોંગ્રેસ આમાં રાજકારણ કરે છે એવું એક બીજી બાજુ જે વાત ઊભી થઈ રહી છે. પ્રથમ દિવસે પત્રની અંદર જ મારો વ્યવહાર એ પ્રકારનો રહ્યો છે કે કોઈપણ પ્રકારનું દીકરી ઉપર રાજકારણ કરવું નથી, કોઈ કોંગ્રેસ ભાજપની વાત કરવી નથી. અમે નારી સ્વાભિમાન મંચ નામ આપ્યું છે અને આની અંદર આ નારીને ન્યાય અપાવા માટેની વાત છે.
પરશોતમભાઈ સ્વીકાર્યું છે કે, સરકારના દિગ્ગજ નેતા છે અને ભારતીય જનતા પાર્ટીનું એક કેબિનેટ કક્ષાએ એટલે કે મુખ્યમંત્રી કક્ષાના વ્યક્તિત્વ ધરાવતા હોય તો અમારી ફક્ત એટલી જ માંગ છે કે જેણે ભૂલ કરી છે, ઈરાદાપૂર્વક જે આ દીકરીને ફસાવવામાં આવી છે, એ દીકરીને ન્યાય અપાવવા માટે પોલીસને ડિસમિસ કરે અને કયા પદાધિકારીના ઓર્ડરથી આ વાત થઈ, એનું નામ ખુલ્લું પડે. આથી વધારે અમે કઈ માંગ લઈને નીકળ્યા નથી. અમે કોઈ એવી ડિમાન્ડ પણ મુકતા નથી. અમારી ફક્ત નાની એવી ડિમાન્ડ છે કે જે પોલીસે તપાસની સીધી એની ઉપર એવડી કલમો નાખી, એને રાતના ધરપકડ કરી, એનું સરઘસ કાઢ્યું અને એની જે બદનામી કરવાનું જે કાવતરું રસાણું, એની સામેનો અમારો વાંધો છે. આની અંદર કોઈ રાજકીય વાત કરવા માંગતા નથી.