આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મોડાસા

અરવલ્લી જીલ્લામાં આજે કોરોનાના વધુ 4 કેસ સામે આવ્યા છે. જેમાં ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર 3 કેસ સામે આવ્યા છે. આ સાથે મેઘરજમાં 1 મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા આજે કુલ ચાર કેસ નોંધાયા છે. તંત્ર દ્રારા આ ગામોના 5 કિ.મી. વિસ્તારને બફરઝોન જાહેર કરાયો છે. તંત્ર દ્રારા આ વિસ્તારોમાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ધનસુરા અને મેઘરજ તાલુકામાં આજે કુલ 4 નવા કેસ નોંધાયા છે. ધનસુરાના અંબાસણ ગામની 38 વર્ષિય તેમજ 60 વર્ષિય 2 મહિલાઓના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો ધનસુરા તાલુકાના વ્રજપુરા કંપાનો 13 વર્ષિય કિશોર સહિત મેઘરજની 28 વર્ષિય મહિલાનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેને લઇ હવે જીલ્લામાં કુલ કોરોના પોઝિટીવનો આંકડો 107 પર પહોંચ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અરવલ્લી જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના 76 દર્દીઓ સાજા થતાં તેમને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે કોરોના પોઝિટવ આવેલા ગામોના 5 કિ.મી. વિસ્તારને બફરઝોન જાહેર કરવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં આજે નવા 4 કેસ નોંધાતા કોરોનાના કુલ 107 થયા છે.

26 May 2020, 3:00 AM (GMT)

COVID-19 Global Stats

5,588,356 Total Cases
347,873 Death Cases
2,365,719 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code