ઘટના@અરવલ્લી: મોડાસાની આર્ટસ કોલેજમાંથી મૃત ભ્રૂણ મળી આવતા મચી ચકચાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અરવલ્લીની મોડાસાની આર્ટસ કોલેજમાંથી ભ્રૂણ મળી આવતા ચકચાર મચી છે. કોલેજની રેસ્ટ રૂમમાંથી મૃત ભ્રૂણ મચી આવતા કોલેજના સત્તાવાળાઓ સ્તબ્ધ છે. આ અંગે તપાસ કરવામાં આવતા કોઈ અજાણી મહિલા મૃત ભ્રૂણ છોડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. કોલેજના પ્રિન્સિપાલે પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. કોલેજના પ્રિન્સિપાલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી છે. મ.લા. ગાંધી કેમ્પસની કોલેજની આ ઘટના સામે આવી છે.
કોલેજમાં બનેલી આ ઘટના ફક્ત કોલેજ જ નહીં આજુબાજુના વિસ્તારમાં પણ ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ભ્રૂણને આડાસંબંધોના કરૂણ અંજામ તરીકે જોવામાં આવી રહ્યુ છે. આ ભ્રૂણ ત્યજનારી યુવતી આખું જીવન એક માનસિક તાણમાંથી પસાર થશે. આ રીતે ભ્રૂણને ત્યજી દેનારી યુવતી ચોક્કસપણે તેના શરીરનો એક હિસ્સો તેણે છોડી દેવાયો હોવાનું અનુભવતી રહેશે. હવે તપાસ એ કરવાની છે કા અહી ત્યજી દેવામાં આવેલું ભ્રૂણ કોેલેજની જ કોઈ યુવતીનું છે કે તેને કોઈ બહારની યુવતી અહીં ત્યજીને ગઈ છે. શું આના માટે કોલેજના સ્ટુડન્ટ્સના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે તેવો સળગતો સવાલ પણ ઉઠી રહ્યો છે.