રીપોર્ટ@બનાસકાંઠા: આજે બનાસડેરીની વાર્ષિક સાધારણ સભા, જાણો ચેરમેન શંકર ચૌધરીએ શું કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર કોરોના મહામારી વચ્ચે આજે 21 જુલાઈના રોજ એશિયાની સૌથી મોટી બનાસડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ રહી છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા આ સાધારણ સભા વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવી રહી છે. બનાસડેરીની આ વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન શંકર ચૌધરી એ કેટલીક મહત્વની વાતો કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
રીપોર્ટ@બનાસકાંઠા: આજે બનાસડેરીની વાર્ષિક સાધારણ સભા, જાણો ચેરમેન શંકર ચૌધરીએ શું કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોના મહામારી વચ્ચે આજે 21 જુલાઈના રોજ એશિયાની સૌથી મોટી બનાસડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ રહી છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા આ સાધારણ સભા વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવી રહી છે. બનાસડેરીની આ વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન શંકર ચૌધરી એ કેટલીક મહત્વની વાતો કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી દર મહીને 833 કરોડ રૂપિયા, એટલે કે રોજના 27.76 કરોડ સુપિયા તેની સાથે સંકળાયેલા પશુપાલકોના ખાતામાં જમા કરે છે. આવી દુનિયાનો એક માત્ર જિલ્લો છે જે દર મહીને પશુપાલકોને આટલી મોટી રકમ ચૂકવી રહ્યો છે. આ સાથે પાણીની બાબતે અને શિક્ષણની બાબતે પાછળ ગણાતો બનાસકાંઠાના જિલ્લો ભારત જ નહિ, પણ સમગ્ર દુનિયામાં દૂધ ઉત્પાદનમાં આગળ છે.

રીપોર્ટ@બનાસકાંઠા: આજે બનાસડેરીની વાર્ષિક સાધારણ સભા, જાણો ચેરમેન શંકર ચૌધરીએ શું કહ્યું ?
Banas Dairy

ડેરીના ચેરમેનએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, કોરોનાકાળ દરમ્યાન કેન્દ્ર અને રાજ્ય સરકારે બનાસડેરીની મદદ કરી છે. 10 ફેબ્રુઆરીના રોજ સૌથી વધુ 85.99 લાખ લીટર દૂધ એક જ દિવસમાં આવ્યું હતું. આટલા મોટા પ્રમાણમાં દૂધ આવતું હોવા છતાં પશુપાલકોને તેની કિંમત ચુકવવામાં કયારેય મોડું કર્યું નથી. 15 દિવસમાં તેમના ખાતામાં નાણા જમા કરી દેવામાં આવ્યા છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો