આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા (કિશોર નાયક)

બનાસકાંઠા જિલ્લામાં આજે સૌથી મોટું મંથન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી પશુઓના નિભાવ માટે ઝઝૂમતા ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ મોટી ચિમકી આપી છે. પશુઓના અસ્તિત્વનો સવાલ હોવાથી જઠરાગ્નિ ભભૂક્યો હોવાનું સામે આવ્યું છે. પશુઓના નિભાવ પેટે મળતી સહાય અધ્ધરતાલ હોઈ આખરે હાઇવે ચક્કાજામ કરવા તૈયારી બતાવી છે. ગણેશ ચતુર્થી બાદ હાઇવે અને સરકારી કચેરીઓમાં પશુઓ છોડાશે તેવી ચોંકાવનારી વાત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

છેલ્લા કેટલાક સમયથી સરકારી સહાય અને મહામારી વચ્ચે દાન ઘટી જતાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકો ત્રાહિમામ્ બન્યા છે. પશુઓનો અને સંચાલકોનો જઠરાગ્નિ જાગી ગયો હોય તેમ ડીસા તાલુકાના ગેળા ખાતે મહામંથન કર્યું હતું. જેમાં યોજના લગત પશુઓના નિભાવ ખર્ચની અત્યંત નજીવી સહાય પણ મળી ન હોવાથી મોટો નિર્ણય કર્યો છે. આગામી ગણેશ ચતુર્થી સુધી બાકી નિભાવ ખર્ચ નહિ મળે તો હજારો પશુઓ હાઈવે પર આવી શકે તેવો ઘટસ્ફોટ કર્યો છે. આ માટેની તારીખો પણ નક્કી થઈ ચૂકી હોવાની ચર્ચા કરી હતી. સૌથી મોટી વાત સામે આવી હતી કે, કોરોના કાળમાં અનેક ગૌશાળા અને પાંજરાપોળ સંસ્થાઓ દેવામાં આવી ગઈ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા 4 મહિનાથી બનાસકાંઠા જિલ્લાના સરેરાશ 50થી વધુ સંચાલકો સરકારમાં વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છે. જોકે કોઈ પરિણામ મળ્યું ન હોવાથી ભારે પરેશાની વચ્ચે આક્રોશમાં આવ્યા છે. સંચાલકોએ કહ્યું કે, જૂન અને જુલાઈ મહિનાની બાકી સહાયની રકમ તાત્કાલિક ચૂકવવી જોઈએ. આ સાથે કોરોના મહામારી હોવાથી ગૌશાળા અને પાંજરાપોળ માટે વિશેષ સહાયની પણ જરૂરિયાત બતાવી હતી.

27 Sep 2020, 4:39 AM (GMT)

COVID-19 Global Stats

33,058,423 Total Cases
998,745 Death Cases
24,409,745 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code