રિપોર્ટ@બનાસકાંઠા: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પાણી પુરવઠા યોજનાનું કર્યું લોકાર્પણ, અનેક ગામડાઓને થશે લાભ

 
મુખ્યમંત્રી
દિયોદર તાલુકાના કુલ ૧૦૪ ગામ અને થરા શહેરનો સમાવેશ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડીસા અને લાખણી તાલુકાના ગામોની જુથ પાણી પુરવઠા યોજના ફેઝ - ૧ થી ૪ ના તથા રાણકપુર ઓફટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. કુલ રૂપિયા ૬૩૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બે યોજનાઓનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ડીસા અને લાખણી તાલુકાના કુલ ૮૮ ગામ તેમજ કાંકરેજ અને દિયોદરના કુલ ૧૦૪ ગામ અને થરા શહેરને શુધ્ધ પીવાના પાણીનો લાભ મળી રહેશે. બનાસકાંઠા જિલ્લાના નર્મદા મુખ્ય નહેરના દેવપુરા, તાલુકો વાવ ઓફટેક આધારીત ડીસા અને લાખણી તાલુકાના કુલ ૮૮ ગામોનો સમાવેશ થાય છે. જેમાં ડીસા તાલુકાના ૫૧ ગામ અને લાખણી તાલુકાના ૩૭ ગામ છે. જ્યારે બીજી પાણી પુરવઠા યોજના રાણકપુર ઓફટેક સુધારણા યોજના હેઠળ કાંકરેજ અને દિયોદર તાલુકાના કુલ ૧૦૪ ગામ અને થરા શહેરનો સમાવેશ કરાયો છે. જેમાં કાંકરેજ તાલુકાના ૮૦ ગામ, દિયોદર તાલુકાના ૨૩ ગામ, લાખણી તાલુકાના ૦૧ ગામ તથા થરા શહેરનો સમાવેશ થયો છે.