રિપોર્ટ@બનાસકાંઠા: વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર જાહેર કર્યા, જાણો વિગતે

 
Peta chuntani
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો સુઇગામ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતની આ પેટાચૂંટણી ભાજપ કોંગ્રેસ બંને પક્ષો માટે ભારે બની રહી છે. કારણ કે, પહેલીવાર એવું જોવા મળ્યું કે બંને પક્ષે ઉમેદવારી ભરવાની છેલ્લાં દિવસ સુધી કોઈ ઉમેદવાર જાહેર નથી કર્યાં. બંને પક્ષો છેલ્લી ઘડીએ મેન્ટેડ આપે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.સાથે જ ભાજપ કોંગ્રેસ ફોર્મ ભરવા માટે પણ રણનીતિ ઘડી હોય તેવું પહેલીવાર જોવા મળ્યું છે. આ વચ્ચે એક મોટા અપડેટ સામે આવ્યા છે. ભાજપ ઠાકોર ઉમેદવારને ટિકિટ આપી શકે છે તેવું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસે છેલ્લી ઘડીએ ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર તરીકે જાહેરાત કરી દીધી છે.

વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જોકે, ગુલાબસિંહનું નામ આ માટે પહેલાથી જ ચર્ચામાં હતું. સાથે જ ઉમેદવારીના રેસમાં તેઓ સૌથી આગળ હતા. આખરે હાઈકમાન્ડે આ નામ પર મહોર મારી દીધી છે.વાવ બેઠક પર ગેનીબેન ઠાકોરનો દબદબો છે. તેથી ગેનીબેનની આ ખાલી પડેલી બેઠક પર ભાજપ ઠાકોર ઉમેદવારનું કાર્ડ રમી શકે છે. વાવ બેઠક પર સૌથી વધુ ઠાકોર મતદારો છે. આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો સુઇગામ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરશે.

આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવા છતાં બંને પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરવામાં મોડું કર્યું. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતના નામ પર મહોર મારી છે. પરંતું હજુ સુધી ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. આજે સુઇગામમાં કોંગ્રેસ જાહેર સભા કર્યા બાદ વિજય મુર્હતમાં ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને ફોર્મ ભરાવશે. ભાજપ પણ પોતાના ઉમેદવારને સીધું મેન્ડેડ આપી દેશે. ભાજપ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કોઈ સભા નહિ કરે. ત્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સમગ્ર ગુજરાતમાં આવ્યો રાજકીય ગરમાવો આવ્યો છે.