રીપોર્ટ@બનાસકાંઠા: કોરોના સંક્રમણ બેફામ,9 દર્દીઓ ઉમેરાતા કુલ આંક 323

અટલ સમાચાર, પાલનપુર કોરોના મહામારી વચ્ચે આજે બનાસકાંઠામાં નવા 9 કેસ ઉમેરાયા તા કુલ આંકડો 323 પહોંચ્યો છે. આજે પાલનપુરમાં7, વડગામમાં 1 અને ડીસામાં 1 મળી નવા 9 કેસ સામે આવ્યા છે. અગાઉ અને હાલના દર્દીઓને કારણે સંક્રમણનો રાફડો ફાટી ગયો છે. દર્દીઓને કારણે ચેપગ્રસ્તો વધી જવાની શક્યતા જોતાં જિલ્લા તંત્રએ હરકતમાં આવી માસ્ક અને
 
રીપોર્ટ@બનાસકાંઠા: કોરોના સંક્રમણ બેફામ,9 દર્દીઓ ઉમેરાતા કુલ આંક 323

અટલ સમાચાર, પાલનપુર

કોરોના મહામારી વચ્ચે આજે બનાસકાંઠામાં નવા 9 કેસ ઉમેરાયા તા કુલ આંકડો 323 પહોંચ્યો છે. આજે પાલનપુરમાં7, વડગામમાં 1 અને ડીસામાં 1 મળી નવા 9 કેસ સામે આવ્યા છે. અગાઉ અને હાલના દર્દીઓને કારણે સંક્રમણનો રાફડો ફાટી ગયો છે. દર્દીઓને કારણે ચેપગ્રસ્તો વધી જવાની શક્યતા જોતાં જિલ્લા તંત્રએ હરકતમાં આવી માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ કડકાઈથી પાલન કરાવવા તૈયાર કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધતું હોવાનું મનાઈ રહ્યું છે. આથી આગામી દિવસોમાં ચેપનો ખુલાસો થતાં નવા દર્દીઓ દાખલ થઇ શકે તેવો ભય પેઠો છે. આજે પાલનપુરના કાણોદરમાં મોહંમદઅલી હસનઅલી ચારોડીયા, ભીમરાવનગરમાં તલસીભાઈ કાળુભાઇ પરમાર, અક્ષતમ-2માં ઈશ્વરભાઈ મોહનભાઈ પ્રજાપતિ, ભક્તોની લીમડીમાં મારીયમબેન અબ્દુલખાન પઠાણ, દેવપુરામાં માધુભાઈ કરશનભાઇ પ્રજાપતિ, ધવલકુમાર મોહનભાઈ ચૌહાણ, હનુમાન ટેકરીમાં હીનાબેન દીપચાંદભાઈ આહુજાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે ડીસાના વાડીરોડના રમેશભાઈ રામજીભાઈ સોની અને વડગામના નાંદોત્રાના લાલજીભાઈ રગનાથભાઈ ચૌધરીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આજરોજ પાલનપુર અને ડીસા શહેર તેમજ ગ્રામ્યમાં કોરોના કેસ બહાર આવતા સ્થાનિક તાલુકાનુ આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. અનલોક-2માં અપાયેલી વધુ છૂટછાટ ખતરનાક સાબિત થશે તેવુ લોકો માની રહ્યા છે.