રીપોર્ટ@બનાસકાંઠા: ડીસામાં ભૂસ્તર વિભાગ દ્વારા રૂ.1 કરોડનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠાના ભૂસ્તર વિભાગ દ્વારા ડીસાના ભડથ ગામ પાસે સીપુ નદીમાંથી ખનીજ ચોરી કરતા એક હિટાચી મશીન અને બે ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. ભૂસ્તર વિભાગ દ્વારા રૂ. એક કરોડનો મુદ્દામાને સીઝ કરવામાં આવ્યો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરુ પ્રિતસિંહ સારસવાની સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ ચોરી અટકાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ખનીજની આવકમાં પણ સતત વધારો કરવામાં હતો. જોકે ચાલુ માસની અંદર છ દિવસમાં ચાર વિવિધ જગ્યાઓ પર ઓચીતું ચેકિંગ હાથ ધરી ખનીજ ચોરી ઝડપવામાં સફળતા મેળવી હતી. અગાઉ રાણપુર, મહાદેવીયા, છત્રાલા અને ગતરોજ વહેલી સવારે મોટર સાયકલ પર બેસીને ભૂસ્તર વિભાગના અધિકારીઓ ભડથ ગામ પાસે સીપુ નદીમાં પહોંચ્યા હતા અને ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા એક હીટાચી મશીન અને ખનીજ ભરવા આવેલા બે ડમ્પરો ઝડપી પાડી અંદાજિત રૂપિયા એક કરોડનો મુદ્દામાલને સીઝ કર્યો હતો.
ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે, બનાસ અને સીપુ નદીમાં થતી ખનીજ ચોરી અટકાવવા માટે અમારી ટીમો તત્પર રહી કોઈપણ હિસાબે ખનીજ ચોરી થવા નહીં દઈએ. ખનીજ ચોરી કરતા તત્વો પકડાશે તો તેમની સામે દંડનીય અને વારંવાર પકડાશે તો ફોજદારી ગુના પણ દાખલ કરવામાં આવશે. સરકારની તિજોરીને નુકસાન કરનાર તત્વો સામે હવે લાલ આંખ કરવામાં આવશે.