રિપોર્ટ@બનાસકાંઠા: પાલનપુરમાં ગોબરી તળાવનો પાળો તૂટતા તારાજી સર્જાઈ, ગામમાં પાણી ઘૂસ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાલનપુરમાં ગોબરી તળાવનો પાળો તૂટતા ગામમાં પાણી ફરી વળ્યા હતા,સાથે સાથે ખેતરોમાં પણ આ પાણી ઘુસી ગયા હતા જેના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાનનો વારો આવ્યો છે, ખેડૂતોએ તંત્ર પાસે આર્થિક સહાયની માંગ કરી છે. રાજસ્થાન તરફથી વરસાદનું સર્કયુલેશન બનાસકાંઠા તરફ આવ્યું છે, ત્યારે બનાસકાંઠામાં પણ બે દિવસ યલો એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે, બનાસકાંઠાના કલેકટર દ્રારા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરયા છે,સાથે સાથે વરસાદની સ્થિતિને લઈ જિલ્લામાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.
વધુ વરસાદની સ્થિતિમાં ઊંચાણવાળા સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં જિલ્લા કલેકટર કચેરી કંટ્રોલ રૂમ અને તમામ મામલતદાર કચેરી ખાતેના કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરી હતી. ઉત્તર ગુજરાતમાં આવેલ બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે લોકો હેરાન થઈ ગયા હતા, ગામની આસપાસના નાના ચેકડેમો છલકાઈ ગયા છે, બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.હવામાન વિભાગે 30 ઓગસ્ટ સુધી બનાસકાંઠામાં યલો એલર્ટ જાહેર કર્યું છે, બીજી તરફ બનાસકાંઠા પૂર્વ અને પશ્ચિમના ભાગોમાં સારો વરસાદ આવતા નદી નાળા છલકાઈ ગયા છે.