File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોના કહેર વચ્ચે ગઇકાલે બનાસડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. જે બાદમાં હવે બનાસ ડેરીએ ટોપ-10 મહિલા પશુપાલકનું લીસ્ટ જાહેર કર્યુ છે. જેમાં વર્ષ 2020-21માં દૂધ વેચીને વિક્રમજનક 1 કરોડની કમાણી કરનાર ચૌધરી નવલબેન દલસંગભાઇનું નામ પ્રથમ સ્થાને છે. આ સાથે સૌથી ઓછી વાર્ષિક કમાણી 46 લાખ રાજપૂત મધુબેન ચંદનસિંહે કરી છે. આ ટોપ-10 મહિલાઓને સ્ત્રી-શક્તિની તાકાત અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ વિશ્વને બતાવી દીધું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એશિયાની સૌથી મોટી બનાસડેરીની પશુપાલક મહિલાઓએ દૂધ વેચીને કરોડોની કમાણી કર્યાનું સામે આવ્યુ છે. બનાસડેરીએ આજે નાણાકીય વર્ષ 2020-21માં દૂધ ઉત્પાદન થકી જે ટોપ-10 મહિલા પશુપાલકે વિક્રમજનક આવક મેળવી છે તેનું લીસ્ટ જાહેર કર્યું છે. બનાસડેરી દ્વારા દર વર્ષે જિલ્લા કક્ષાએ સૌથી વધુ કમાણી કરનાર મહિલાને ‘શ્રેષ્ઠ બનાસ લક્ષ્‍મી’ અંતર્ગત અને દરેક તાલુકા કક્ષાએ સૌથી વધુ કમાણી કરનાર ટોપ 3 મહિલાઓને ‘બનાસ લક્ષ્‍મી’ અંતર્ગત ઇનામ આપવામાં આવે છે.

File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસડેરી દ્વારા બનાસકાંઠાના દરેક તાલુકામાં પ્રથમ ત્રણ સૌથી વધુ દૂધ ભરાવીને કમાણી કરનાર મહિલાઓને પ્રમાણપત્ર સાથે ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. દૂધ ઉત્પાદન કરીને કરોડો સુધીની કમાણી કરતી બનાસકાંઠાની આ મહિલાઓ શ્વેતક્રાંતિ થકી મેદાન મારી રહી છે. મહિલાઓ પશુપાલન વ્યવસાય દ્વારા દર મહિને ૪-૭ લાખ સુધીની આવક મેળવે છે.

વર્ષ 2020-21માં કરોડો સુધીની કમાણી કરનાર બનાસડેરીની TOP -10 મહિલા પશુપાલકો

  1. ચૌધરી નવલબેન દલસંગભાઇએ 2.52 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 1 કરોડથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
  2. ચાવડા હંસાબા હિમંતસિંહએ 2.81 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 77.80 લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
  3. રબારી દેવિકાબેન પુનમભાઈએ 1.95 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 72.89 લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
  4. ચૌધરી સેજીબેન વજાજીએ 2.19 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 71.85 લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
  5. સાલેહ મૈસરાબેન અમીનજીએ 1.36 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 67.28 લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
  6. ચૌધરી મધુબેન વિરજીભાઈએ 2.11 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 60.45 લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
  7. રાજપૂત કેશીબેન ગુલાબસિંહએ 2.09 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 58.64 લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
  8. વાગડા કેશીબેન વાલાભાઈએ 2.14 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 57.86 લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે.
  9. લોહ ગંગાબેન ગણેશભાઇએ 1.66 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 53.62 લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે.
  10. રાજપૂત મધુબેન ચંદનસિંહએ 1.78 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 46.40 લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code