રિપોર્ટ@બનાસકાંઠા: સાંસદ ગેનીબેન ઠાકોરે થરાદના PSI સી.પી.ચૌધરીને ભાજપના એજન્ટ ગણાવ્યા

તેમણે થરાદના પીએસઆઈ સી.પી.ચૌધરી પર ખુલ્લા આક્ષેપ કર્યા હતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠાના થરાદના દુધવા ગામે સાંસદ ગેનીબેન ઠાકોરે થરાદના પીએસઆઈ સી.પી.ચૌધરી પર આકરા પ્રહાર કર્યા હતા, તેમણે કહ્યું કે, પીએસઆઈ રાજીનામું આપે અને પ્રજાની સેવા કરે,વધુમાં કહ્યું કે અધિકારીઓએ શાનમાં સમજી જવું જોઈએ,તમારા આકા સત્તામાં કાયમી નહી હોય.લોકસભાની ચૂંટણીમાં કેટલાક અધિકારીઓની કામગીરી શંકાસ્પદ છે.
તેમણે થરાદના પીએસઆઈ સી.પી.ચૌધરી પર આક્ષેપ કર્યા હતા.તેમણે કહ્યું કે પીએસઆઈએ ભાજપના એજન્ટ બનીને લોકસભામાં કામગીરી કરી છે, રાજકારણનો શોખ હોય તો રાજીનામુ આપી પ્રજાની સેવા કરો.સતાનું સમીકરણ બદલાય ત્યારે આવા અધિકારીઓને સાતેય દિશાના વાયરા વાય. પ્રજાના પૈસા નોકરી કરતા અધિકારીઓએ શાનમાં સમજી જોવું જોઈએ.બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનો પાલનપુરમાં સત્કાર સમારોહ યોજાયો. આ સમારોહમાં જ્યાં AICCના પ્રભારી અને સંસદ મુકલ વાસનીક, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા.
સમારોહમાં મુકલ વાસનીક, શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરની કેળા તુલા કરાઈ હતી. જ્યારે લોકસભામાં વિજય થતા ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓને મામેરારૂપી માતર આપી હતી. મુકુલ વાસનીક, શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા હાકલ કરી હતી. જહુ ધામના ભુવાજી પ્રવિણસિંહ રાજપુત દ્વારા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર ને સાલ ઓઢાડી ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા, સાથે સાથે તમામ આગેવાનો નું પણ સાલ અને ટ્રોફી આપી સન્માન કર્યું વેડંચા ગામના સરપંચ સહિત વેડંચા ગ્રામજનોએ ગેનીબેને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.