રિપોર્ટ@બનાસકાંઠા: ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને અપાઈ નોટીસ, જાણો શું છે સમગ્ર મામલો

 
ગેનીબેન

ધારાસભ્યને મળતા ક્વાર્ટર ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વાવ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાઓ ચાલી રહી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં જીત મળતા ગેનીબેન સાંસદ બની ગયા અને ધારાસભ્ય પદ ખાલી થયું હતું. જે મુજબ સાંસદ બની જતા તેમણે ધારાસભ્યને મળતા દરેક અધિકાર છોડવા પડે. અને હવે સાંસદ ગેનીબેન ઠાકોરના નામે ગાંધીનગરમાં ધારાસભ્યને મળતા ક્વાર્ટર ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે.

સામાન્ય રીતે કોઈ પણ કાર્ય સરકારની દેખરેખ હેઠળ થતું હોય છે. પરંતુ સરકાર ક્યાંક ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને ગાંધીનગરમાં ધારાસભ્યને મળતાં ક્વાર્ટર હજુ ખાલી કર્યા નથી. તેવું સરકારનું કહેવું છે. જેના કારણે તેમને નોટિસ પણ ફટકારવામાં આવી છે. પરંતુ જયારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે જાણ થઇ કે ગેનીબેન ઠાકોરે તો 10 દિવસ પહેલા જ ક્વાર્ટર ખાલી કરી દીધું હતું. છતાં પણ તેમને નોટિસ પાઠવવામાં આવી છે.