આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

ઉત્તર ગુજરાતના સૌથી મોટા બનાસકાંઠા જીલ્લાની ગ્રામિણ આરોગ્ય સેવાઓ ક્ષતિયુક્ત હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આરોગ્ય કર્મચારીઓ ફરજને સમાંતર ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાના કેસ તબક્કાવાર સામે આવી રહ્યા છે. ગણતરીના દિવસોમાં 5 આરોગ્ય કર્મચારી ખાનગી પ્રેક્ટિસ કરતા સસ્પેન્ડ થયા છે. આ સાથે બાતમી આધારે વિગતો મળતા આગામી દિવસોએ વધુ કેસ સામે આવી શકે છે. આવી સ્થિતિમાં જીલ્લાની આરોગ્ય સેવાઓમાં ગાબડાં પુરવાની નોબત આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લા પંચાયતની આરોગ્ય શાખાના ડોક્ટરો ફરજ પ્રત્યે નિષ્ઠાવાન હોવા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી આરોગ્ય કર્મચારીઓ વિરૂધ્ધ બાતમી આધારે શરૂ થયેલી તપાસમાં સનસનીખેજ હકીકતો સામે આવી રહી છે. જેમાં સરકારી ડોક્ટરો અન્ય જગ્યાએ દવાખાનું ચલાવી પ્રેક્ટિસ કરતા ઝડપાઇ રહ્યા છે. આ સાથે હજુપણ તપાસ ચાલુ હોઇ કાર્યવાહી સામે આવી શકે છે. જેનાથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની ટીમ આરોગ્ય સેવામાં ગાબડું પાડતી હોવાનુ સ્પષ્ટ થયુ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા જીલ્લાના 14 તાલુકામાં આવેલ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારી રડાર હેઠળ આવ્યા છે. જેમાં સરકારી ડોક્ટર સાથે ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાની વિગતો આધારે તબક્કાવાર રેઇડ કરવામાં આવી રહી છે. એકાદ-બે મહિનામાં જ આ રેઇડથી પાંચથી વધુ કર્મચારીઓ ક્લિનબોલ્ડ થયા છે. આવી સ્થિતિમાં બનાસકાંઠા જીલ્લાની આરોગ્ય સેવાઓ ભયંકર ક્ષતિયુક્ત હોવાનુ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code