રીપોર્ટ@બનાસકાંઠા: પાલનપુરથી અંબાજી સુધી પોલીસ બેડામાં ખળભળાટ, 5 PI ની આંતરિક બદલીના આદેશ

 
આદેશ
આ વહીવટી હુકમને પગલે જિલ્લાના પોલીસ તંત્રમાં ભારે ગરમાવો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લા પોલીસ બેડામાં મોટો આંતરિક ફેરબદલ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) પ્રશાંત સુંબે દ્વારા તાત્કાલિક અસરથી વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા 5 પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ની આંતરિક બદલીના સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યા છે.દિવાળીના તહેવારોની મોસમ વચ્ચે જાહેર કરાયેલા આ વહીવટી હુકમને પગલે જિલ્લાના પોલીસ તંત્રમાં ભારે ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને પાલનપુર, યાત્રાધામ અંબાજી, ગઢ અને શિહોરી જેવા સંવેદનશીલ અને મહત્વના પોલીસ મથકોમાં નવા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

બનાસકાંઠા એસપી દ્વારા કરાયેલા આંતરિક બદલીના આદેશ મુજબ અધિકારીઓની નવી નિમણૂક PI બી.કે. ચૌધરી: લિવ-રિઝર્વમાંથી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બદલી.PI કે.એમ. વસાવા: ગઢ પોલીસ સ્ટેશનમાંથી પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે બદલી.PI આર.કે. પટેલ: પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાંથી શિહોરી પોલીસ સ્ટેશન ખાતે બદલી.PI બી.એન. સગર: શિહોરી પોલીસ સ્ટેશનમાંથી પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી પોલીસ સ્ટેશન ખાતે બદલી.PI ડી.આર. પરાગા: અંબાજી પોલીસ સ્ટેશનમાંથી ગઢ પોલીસ સ્ટેશન ખાતે બદલી.

દિવાળી અને નવા વર્ષના તહેવારો દરમિયાન સરહદી જિલ્લા બનાસકાંઠામાં ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થા તેમજ યાત્રાધામ અંબાજી ખાતે દર્શનાર્થીઓની ભારે ભીડને પહોંચી વળવા માટે પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. વહીવટી કારણોસર કરાયેલી આ બદલીઓથી પોલીસ સ્ટેશનોની કાર્યશૈલીમાં નવી ઉર્જા આવશે અને તહેવારોમાં ગુનાખોરી નિયંત્રણમાં મદદ મળશે.જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા તમામ બદલી પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરોને તાત્કાલિક અસરથી પોતાના નવા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ચાર્જ સંભાળી લેવા કડક સૂચના આપવામાં આવી છે.