રિપોર્ટ@બનાસકાંઠા: વાવ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારોનું સસ્પેન્સ ખતમ, ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાજપે ઉમેદવાર જાહેર કરતા વાવ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારોનું સસ્પેન્સ ખતમ થયું હતુ. જેમાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. ત્યારે વાવના બીયોક ગામના વતની વાવ બેઠકથી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામે સ્વરૂપજી ઠાકોર ભાજપ તરફથી લડશે. વાવ બેઠક પરથી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામે સ્વરૂપજી ઠાકોર ભાજપ તરફથી લડશે. સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાં સ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી.
સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરને જ મેદાને ઉતાર્યા હતા. જો કે તે વખતે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ફરી તેમના નામની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે ભાજપે આ બેઠક પર તેમને રિપિટ કરીને વધુ એક વખત ચાન્સ આપ્યો હતો. વિધાનસભા 2022 ના પરિણામની વાત કરીએ તો કોંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને ફક્ત 86,912 મત મળ્યા હતા.
ગેનીબેન વાવ વિધાનસભા અને ત્યારબાદ બનાસકાંઠામાંથી લોકસભા બેઠક જીતી ગયા હોવાથી આ બેઠક ગેનીબેનનો ગઢ બની ગઈ છે અને છેલ્લા બે વખતથી વાવ વિધાનસભા બેઠક કોંગ્રસ પાસે છે. આ વખતે ભાજપ કોંગ્રેસના અને ખાસ કરીને ગેનીબેનના ગાબડું પાડવાની તૈયારી સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. હાલ છેલ્લી બે વિધાનસભાના પરિણામ અને 2024ના લોકસભા ચૂંટણીના પરિણામ જોતા કોંગ્રેસનો હાથ ઉપર છે.