રિપોર્ટ@બનાસકાંઠા: વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર, 13 નવેમ્બરે યોજાશે મતદાન, જાણો વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટાટચૂંટણી જાહેર થઈ ગઈ છે. આ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે મતદાન થશે તેવી જાહેરાત થઈ ગઈ છે. 13 નવેમ્બરના રોજ મતદાન યોજાશે જ્યારે 23 નવેમ્બર એટલે કે મતદાનના 10 દિવસ પછી પરિણામ જાહેર કરવામાં આવશે. 18 ઓક્ટોબરે વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે 25 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બેઠક પર 13 નવેમ્બરે મતદાન થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ બેઠક ગેનીબેન ઠાકોરનો ગઢ રહ્યો છે. હવે આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તે જોવું રહ્યું પરંતુ અત્યારે આ બેઠકને લઈને અનેક પ્રકારની અટકળો સામે આવી રહીં છે. પ્રશ્ન એ પણ છે કે, શું હવે કોંગ્રેસ આ બેઠક પરથી જીત મેળવી શકે? જો કે, સમીકરણ એવા સામે આવી રહ્યાં છે કે, આ બેઠક પરથી કોંગ્રેસ પૂર્ણ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી શકે છે.
ગુલાબસિંહ રાજપૂત થરાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા પરંતુ તેમની સામે શંકર ચોંધરીને આ બેઠક પરથી વિજય મેળવ્યો હતો.સામે બીજેપી આ બેઠક પરથી કોને મેદાને ઉતારે છે તે મામલે હજી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ આ બેઠક પર પેટાચૂંટણીને લઈને અનેક સમીકરણો રચાઈ રહ્યાં છે. બનાસકાંઠામાં આવેલી આ વિધાનસભા બેઠક ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આગામી 13 નવેમ્બરે આ બેઠક પર મતદાન થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીને લઈને 18 ઓક્ટોબરે વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.