રીપોર્ટ@ભાભર: પંથકમાં સારો વરસાદ વરસ્યો, ગેનીબેનની નડાબેડ સુધીની પદયાત્રા

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર વાવ-ભાભર પંથકમાં અગાઉ વરસાદ ખેંચાયા બાદ ધારાસભ્યએ નડાબેટ નડેશ્વરી માતાજીની માનતા માની હતી. જોકે છેલ્લા સપ્તાહથી વરસાદનું આગમન થતાં ગઇકાલે ધારાસભ્યએ ભાભરથી નડાબેટ સુધીની પદયાત્રા શરૂ કરી છે. ધારાસભ્યની સાથે પંથકના આગેવાનો અને સ્થાનિકો સ્વેચ્છાએ પદયાત્રામાં જોડાઇ રહ્યા છે. ભાભરથી નડાબેટ સુધી અંદાજીત 71 કિલોમીટરની પદયાત્રા કરીને આજે નડાબેટ પહોંચી
 
રીપોર્ટ@ભાભર: પંથકમાં સારો વરસાદ વરસ્યો, ગેનીબેનની નડાબેડ સુધીની પદયાત્રા

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર

વાવ-ભાભર પંથકમાં અગાઉ વરસાદ ખેંચાયા બાદ ધારાસભ્યએ નડાબેટ નડેશ્વરી માતાજીની માનતા માની હતી. જોકે છેલ્લા સપ્તાહથી વરસાદનું આગમન થતાં ગઇકાલે ધારાસભ્યએ ભાભરથી નડાબેટ સુધીની પદયાત્રા શરૂ કરી છે. ધારાસભ્યની સાથે પંથકના આગેવાનો અને સ્થાનિકો સ્વેચ્છાએ પદયાત્રામાં જોડાઇ રહ્યા છે. ભાભરથી નડાબેટ સુધી અંદાજીત 71 કિલોમીટરની પદયાત્રા કરીને આજે નડાબેટ પહોંચી ધારાસભ્ય માનતા પુરી કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવ-ભાભર પંથકમાં વરસાદનું આગમન થતાં ધારાસભ્યએ ભાભરથી નડાબેટ પદયાત્રા શરૂ કરી છે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રક્ષાબંધન પર્વ ઉજવી નડાબેટ નડેશ્વરી માતાજીના મંદિરે માનતા માની હતી કે, વરસાદ આવે અને ખેડૂતના પાકોને જીવતદાન મળે અને બધાને ફાયદો થાય તો પદયાત્રા કરી માતાજીના દર્શન કરીશ. જોકે ફરી એકવાર પંથકમાં વરસાદનું આગમન થતાં ત્યારે છેલ્લા એક સપ્તાહથી બનાસકાંઠામાં સારો વરસાદ થતાં ધારાસભ્યએ રવિવારે ભાભરથી નડાબેટ સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. ધારાસભ્ય ગેનીબેન ભક્તિ સાથે પદયાત્રા કરી આજે પદયાત્રા નડાબેટ પહોંચી પોતાની માનતા પૂરી કરશે.