રિપોર્ટ@ભરૂચ: ચોરોની અફવા વચ્ચે 5 ભિક્ષુકોને માર માર્યો, તપાસમાં ભિક્ષુકો નિર્દોષ હોવાનો ભાંડો ફૂટ્યો

 
કાર્યવાહી

ભિક્ષુકો કંઈ બોલે તે પહેલા ટોળાએ મારવાનું શરૂ કરી દીધું

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભરૂચ જિલ્લામાં ચોરોની અફવાઓએ અનેક નિર્દોષ લોકો ટોળાનો ભોગ બની રહ્યા છે. ભરૂચમાં પાંચ જેટલા ભિક્ષુકો સોસાયટીમાં ભિક્ષા લેવા આવતા ચોરોની સંખ્યાએ સોસાયટીના રહીશો સહિત અન્ય લોકો એકત્ર થઈ ગયા હતા. ભિક્ષા લેવા આવેલા પાંચ ભિક્ષુકોને ઘેરી વાળી ટીપી નાખી પોલીસના હવાલે કરતા પોલીસની તપાસમાં 'ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર' તેઓ ઘાટ ઉભો થયો હોય તેમ નિર્દોષ લોકો ટીપાયા હોવાનું સામે આવ્યું છે.

ભરૂચના અનેક ગામોમાં મોડી રાત્રે લોકો હથિયારો સાથે પોતાના ગામોની સુરક્ષા કરતા હોય તેવા અનેક ચોંકાવનારા વીડિયો સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેવામાં આસો નવરાત્રિના પ્રારંભે જ ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારના તવરા ગામે ચોર ટોળકી ઘુસી હોવાની અફવાના પગલે ગ્રામજનોએ ગરબા રમવાનું ટાળી પોતાના ઘરોની સુરક્ષા કરવામાં જોતરાઈ ગયા હતા. જેના પગલે આસો નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રામજનો ગરબા ગ્રાઉન્ડ ઉપર આવ્યા જ ન હતા. ગરબા ગ્રાઉન્ડ પણ સુમસમ રહ્યું હતું અફવાઓની બોલબાલા વચ્ચે હાલ તો ગ્રામજનોમાં પણ ભયનો માહોલ ઊભો થયો છે.

આજદીન સુધી એક પણ ગામના વ્યક્તિએ ચોરોને નજરે જોયા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા નથી. માત્ર અફવાઓ વચ્ચે નિર્દોષ લોકો ટીપાઈ રહ્યા હોવાની ફરિયાદો સામે આવી છે.ભરૂચના લિંક રોડ ઉપર આવેલ અયોધ્યા નગર સોસાયટીમાં પાંચ જેટલા કેસરિયા ધારી ભિક્ષુકો ભિક્ષા લેવા આવ્યા હતા. પરંતુ સોસાયટીમાં પ્રવેશતા જ તેઓ ચોર હોય તેવી શંકાએ સોસાયટીના લોકોએ એકત્ર થઈ પાંચે ભિક્ષુકોને ઘેરી વળ્યા હતા. તેઓ કંઈ બોલે તે પહેલા જ તેમની ઉપર લોકોએ ટપલીદાવ શરૂ કરી દીધો હતો. ભિક્ષુકો ચોર છે કે કેમ તે અંગે સ્થાનિક લોકોએ ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પૂછપરછમાં ભિક્ષુકો હોય અને ભિક્ષા લેવા માટે સોસાયટીમાં પ્રવેશ્યા હોવાનું સામે આવતા આખરે પોલીસે પણ હાસ્કારો અનુભવ્યો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં ચોરોની અફવાઓના કારણે નિર્દોષ લોકો લોકો ટોળાનો ભોગ બની રહ્યા હોવાની અને ફરિયાદો સામે આવી છે.