રિપોર્ટ@ભરૂચ: એમિક્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે ભેદભાવની ફરિયાદો, વાલીઓએ મચાવ્યો હોબાળો

 
ફરિયાદ

ભેદભાવને કારણે બાળકોની માનસિકતા ઉપર અસર પહોંચી રહી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સરકાર આરટીઈ હેઠળ એડમિશન આપે છે કારણકે ગરીબ વિદ્યાર્થીઓ પણ પ્રાઈવેટ સ્કૂલમાં અભ્યાસ કરી શકે. જોકે રાજ્યની કેટલીક શાળાઓમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રખાતો હોવાની ફરિયાદો ઉઠી છે. જેમાં ભરૂચની એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આરટીઈ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની પણ આવી જ ફરિયાદ સામે આવી છે. શાળાના ક્લાસરૂમ એસી હોવાથી આરટીઈ હેઠળ એડમિશન મેળવનારા 31 વિદ્યાર્થીઓને અલગ રૂમમાં બેસાડાતા વાલીઓએ હોબાળો મચાવ્યો છે.

વાલીઓએ રજૂઆત કરતા શાળાના સંચાલકોએ કહ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટો ચુકાદો છે કે એસી ની સુવિધા જોઈતી હોય તો વાલીઓ અલગ ફી ચુકવવી પડશે. આ મામલો ડીઈઓ સામે પહોંચતા તેમણે શાળા સંચાલકને કાયદાની સમજ આપવી પડી હતી. એક વાલીએ કહ્યું હતું કે આરટીઆઈ હેઠળ એડમિશન લેનારા બાળકોને શાળામાં અલગ ક્સાલમાં બેસાડાય છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને એસીવાળા કલાસમાં બેસાડાય છે. આ ભેદભાવને કારણે બાળકોની માનસિકતા ઉપર અસર પહોંચી રહી છે.