રીપોર્ટ@ભરૂચ: ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવ્યા હોવાના આક્ષેપ સાથે AAP પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

 
Aap parti
માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેડિયાપાડાના MLA ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી ધરપકડ કરાઈ હોવાના આક્ષેપ સાથે ભરૂચ આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.નર્મદા જિલ્લાના દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે ATVT ની બેઠકમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાનો પ્રયાસ, ધમકી અને મહિલા સાથે ગેરવર્તણુકનો ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી.ચૈતર વસાવાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજમાં પોલીસ અને તંત્ર સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ખોટો કેસ કરી કરાયેલી ધરપકડના વિરોધમાં મંગળવારે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રેલી કાઢી રજુઆત કરાઈ હતી.

આપ આગેવાનો, કાર્યકરો અને આદિવાસી સમાજના લોકોએ હાથમાં આઈ સપોટ ચૈતર વસાવાના બેનર સાથે ભરૂચ કલેકટર કચેરી સુધી રેલી કાઢી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધતુ આવેદન પત્ર કલેકટરને પાઠવું હતું.જેમાં આક્ષેપ કરાયો હતો કે, સત્તાના બળે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી ખોટો કેસ પરત ખેંચવો અને જવાબદારો સામે કાર્યવાહી થાય. વધુમાં આપ આગેવાનોએ ચૈતર વસાવા 2500 કરોડના મનરેગા કૌભાંડને બહાર લાવ્યા હોય. અને વધુ એક કૌભાંડ ઉજાગર કરવાના હોવાથી તેઓને દબાવવા આ ખોટો કેસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ચૈતર વસાવા સામે કરાયેલ ખોટો કેસ પાછો નહિ ખેંચાઈ તો જલદ આંદોલનની પણ ચીમકી આપી છે.