રીપોર્ટ@ભરૂચ: મનરેગાનું નામ બદલવા મુદ્દે કોંગ્રેસ સમિતિ દ્વારા રેલ્વે સ્ટેશન પર ઉગ્ર વિરોધ પ્રદર્શન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા)નું નામ બદલીને 'વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન 2025' એટલે કે 'VB-G RAM G' રાખવાના નિર્ણયનો વિરોધ શરૂ થયો છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો રેલ્વે સ્ટેશન ખાતે એકત્ર થયા હતા. સૌપ્રથમ ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ મુખ્ય માર્ગ પર રસ્તો ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સ્થળ પર હાજર પોલીસે તેમને અટકાવ્યા હતા, જેના કારણે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી અને ઘર્ષણ સર્જાયું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "મનરેગા યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવીને ભાજપ સરકાર પૂજ્ય બાપુનું ઘોર અપમાન કરી રહી છે.

