રીપોર્ટ@ભુજ: રક્ષામંત્રી રાજનાથ સિંહની વિજયા દશમીએ પાકિસ્તાનને ચેતવણી, જાણો શું કહ્યું?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રક્ષામંત્રી રાજનાથ સિંહે વિજયા દશમીના દિવસે ભુજમાં સૈનિકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી હતી. તેમણ કહ્યું કે જો પાકિસ્તાન તરફથી સર ક્રીક વિસ્તારમાં કોઈપણ પ્રકારની હરકત કરવામાં આવશે, તો તેનો સખત જવાબ આપવામાં આવશે.રાજ્ય મંત્રીએ જણાવ્યું કે આજનો દિવસ 'બુરાઈ પર અચ્છાઈ', 'અધર્મ પર ધર્મ', અને 'અસત્ય પર સત્ય'ની જીતનો પ્રતીક છે. તેમણે કહ્યું કે થોડા સમય પહેલાં પણ હું ભુજ આવ્યો હતો, પણ ત્યારે સૈનિકો સાથે ભોજન નહોતું થઈ શક્યું. મેં ત્યારે વચન આપ્યું હતું કે હું જલદી પાછો આવીશ અને સાથે ભોજન કરીશ. આજે તે શક્ય બન્યું છે.
તેઓએ કચ્છના બોર્ડર પર તૈનાત સૈનિકોની બહાદુરીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે આ ધરતીની રેતીમાં વીરતા છે. અહીંના લોકો કઠિન પરિસ્થિતિઓમાં પણ ખુશીથી જીવે છે. 2001ના ભૂકંપ પછી ભુજના લોકો અને આપણા સૈનિકોએ તેને ફરીથી ફોનિક્સ પક્ષીની જેમ ઊભું કર્યું છે. અહીં લાંબી સમુદ્રી સીમા છે, જે આપણને અહીં સક્રિય રહેવાનું શીખવે છે. રાજનાથ સિંહે જણાવ્યું કે 'બડા ખાના' કોઈપણ ભેદભાવને દૂર કરે છે અને ભારતની પ્રાચીન સંસ્કૃતિ યાદ અપાવે છે. તેમણે સૈનિકોને ખાતરી આપી કે સરકાર તેમની જરૂરિયાતો પૂરી કરવામાં ક્યારેય પાછળ નહીં રહે અને સૈનિકોના કલ્યાણ સાથે કોઈ સમાધાન નહીં થાય.