રીપોર્ટ@ચાણસ્મા: DDO રમેશ મેરજાના અધ્યક્ષસ્થાને સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા કોરોના મહામારી વચ્ચે આજે ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ અરજદારો દ્વારા કરવામાં આવેલી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વિવિધ અરજદારો ઓ દ્વારા વૃદ્ધ પેન્શન,વિધવા સહાય તથા ઈન્દિરા ગાંધી
Jul 19, 2021, 17:53 IST

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા
કોરોના મહામારી વચ્ચે આજે ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ અરજદારો દ્વારા કરવામાં આવેલી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વિવિધ અરજદારો ઓ દ્વારા વૃદ્ધ પેન્શન,વિધવા સહાય તથા ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય સહાય યોજના અંગે અરજી કરવામાં આવી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના અધ્યક્ષસ્થાને આજે ચાણસ્મા તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આજે યોજાયેલા આ કાર્યક્રમમાં અરજદારરો તથા સબંધિત વિભાગના અધિકારીઓની હાજરીમાં અરજીઓનો નિકાલ કરી અરજદારોને મળવાપાત્ર સહાય તથા યોજનાઓના હુકમ આપવામાં આવ્યા હતા.