આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)

રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ હવે નવા મંત્રીમંડળમાં અનેકના નામ કપાઈ શકે છે. જોકે ચાણસ્મા ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી અને ઠાકોર સમાજના અગ્રણી દિલીપજી ઠાકોરનું નામ કપાવાની સંભાવના વચ્ચે તેમના સમર્થકોમાં નારાજગી ફેલાઈ છે. જો દિલીપ ઠાકોરની મંત્રીમંડળમાંથી બાદબાકી કરવામા આવે તો હારીજ અને ચાણસ્માના કાર્યકર્તાઓએ નવાજૂની કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ સાથે અનેક કાર્યકરો ના રાજીનામા પણ પડી શકે તેવુ કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે.

પાટણ જિલ્લાના ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરનું સંભવિત રીતે નવા મંત્રીમંડળમાં નામ નહિ હોવાની આશંકાથી સમર્થકો માં ભારે નારાજગી જોવા મળી રહી છે. આજે હારીજ તાલુકા પંચાયત કચેરી ખાતે તેમના સમર્થકો અને કાર્યકરો ઉમટી પડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોના મતે દિલીપજી ઠાકોર બધા જ સમાજને સાથે રાખી ચાલનારા વ્યક્તિ છે. તેઓએ વિસ્તારમાં પાણી રોડ રસ્તાના વિકાસના કામો કર્યા છે. ત્યારે આ વિસ્તારના વિકાસ માટે મંત્રી મંડળમાં તેમને સ્થાન આપે તે જરૂરી છે. જો તેમનો કેબિનેટમાં સમાવેશ નહિ થાય તો ભારે વિરોધ જોવા મળશે. આ તરફ હવે જો દિલીપભાઈને મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં નહિં આવે તો મોટા પ્રમાણમાં ભાજપના કાર્યકરોના રાજીનામાં પડી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોરને નવા મંત્રીમંડળમાં મહત્ત્વનું સ્થાન આપવામાં આવી તેવી માંગ કાર્યકરોએ કરી હતી. ચાણસ્મા વિધાનસભા વિસ્તારના ગ્રામીણ વિસ્તારો સહિત ચાણસ્મા વિધાનસભા વિસ્તારના વિકાસના કામો તેઓએ સારી રીતે કર્યા છે. સૌને સાથે લઇને ચાલવા વાળા દિલીપકુમાર ઠાકોર એકદમ નિખાલસ વ્યક્તિત્વ ધરાવે છે. નોંધનીય છે કે, દિલીપ ઠાકોર છેલ્લા ઘણા વર્ષોથી ચાણસ્મા વિધાનસભા વિસ્તારમાં ચૂંટાઈ આવે છે. તેમના વિકાસના કામો કરવાની સારી આવડતના કારણે તમામ લોકોના હૃદયમાં વસેલા છે અને નવા મંત્રીમંડળમાં ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોરને મહત્વનું સ્થાન આપવામાં આવે તેવી કાર્યકરોની માંગ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code