આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ચાણસ્મા

ચાણસ્મા તાલુકા પંચાયતમાં કોંગી સભ્યોને મળેલી સત્તા વારંવાર ઘમાસાણના વળાંકોમાંથી પસાર થઇ રહી છે. અગાઉ પ્રમુખની ચુંટણીમાં પાંચ બળવાખોરોએ શરૂ કરેલી રાજનીતિમાં વધુ ત્રણ ઉમેરાઇ ગયા છે. જેના પગલે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિતનાએ ભેગા મળી આજે ઉપપ્રમુખને હોદ્દા પરથી આઉટ કર્યા છે. આખી બોડીને માત્ર છ મહિનાનો સમયગાળો હોવા છતાં તાલુકા પંચાયતમાં આંતરીક રાજનીતિનો ટકરાવ ચરમસીમાએ જઇ રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાની ચાણસ્મા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિરૂધ્ધ થયેલ અવિશ્વાસ દરખાસ્ત મામલે આજે બેઠક મળી હતી. જેમાં હોદ્દા પરથી દૂર કરાવવા રજૂઆત કરનાર કુલ 12 સભ્યો એકજૂથ રહેતા ઉપપ્રમુખ ક્લિનબોલ્ડ થયા છે. સત્તાધિન પ્રમુખ, ઉપપ્રમુખ અને ચાર સભ્યો ગેરહાજર રહ્યા છતાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ ગઇ છે. જેમાં કોંગ્રેસના 8, ભાજપના 2 અને અપક્ષના 2 સહિત 12 સભ્યોએ ઉપપ્રમુખ સરલાબેન સોવનજી ઠાકોરને હોદ્દા ઉપરથી દૂર કર્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા આવ્યા બાદ કુલ 14 સભ્યો વચ્ચે વારંવાર આંતરીક ઘર્ષણ થઇ રહ્યુ છે. જેમાં અગાઉ અઢી વર્ષના અંતે થયેલ પ્રમુખની ચુંટણી બાદ પાંચ સભ્યો બળવાખોર થઇ ભાજપમાં જોડાઇ ગયા હતા. આ પછી પ્રમુખ વિરૂધ્ધ સભ્યોની સંખ્યા વધી ગઇ હોઇ કુલ 8 બળવાખોર સભ્યોએ ભાજપ અને અપક્ષનો સાથ લઇ મહિલા ઉપપ્રમુખને આઉટ કર્યા છે. તાલુકા પંચાયતમાં ચુંટાયેલી બોડીને માત્ર 6 મહિનાનો સમય બાકી હોવા છતાં આંતરીક ટકરાવ વધતો જ જાય છે.

હાજર રહેલા સભ્યોના નામ:

 • કૈલેશભાઇ હરિભાઇ પટેલ
 • દિનેશભાઇ મફાભાઇ પ્રજાપતિ
 • ભાથીજી વેલાજી ઝાલા
 • ધીરાજી પથુજી ચાવડા
 • ઇબ્રાહીમભાઇ જીવણભાઇ ચૌધરી
 • બાબુભાઇ કુબેરભાઇ પટેલ
 • કોકિલાબેન કનૈયાલાલ પટેલ
 • કૈલાસબા ભરતસિંહ સોલંકી
 • દિપીકાબેન વિષ્ણુભાઇ પટેલ
 • જ્યોત્સનાબેન કનુજી ઠાકોર
 • કલાવતીબેન ગોપાળજી ઠાકોર
 • રાજેશ્વરી અરવિંદભાઇ ચાવડા

ગેરહાજર રહેલ સભ્યોના નામ:

 • ગેમરભાઇ ઓધારભાઇ રબારી -પ્રમુખ
 • સરલાબેન સોવનજી ઠાકોર- ઉપપ્રમુખ
 • નીતાબેન દિનેશભાઇ ચૌધરી- સદસ્ય
 • બબીબેન જીતેન્દ્રભાઇ પટેલ- સદસ્ય
 • સુશીલાબેન ખેંગારભાઇ પરમાર- ચેરમેન સા.ન્યાય સમિતી.
 • રક્ષાબેન દલસુખભાઇ વસાવા – સદસ્ય
26 May 2020, 10:31 AM (GMT)

COVID-19 Global Stats

5,653,991 Total Cases
350,437 Death Cases
2,418,067 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code