રીપોર્ટ@છોટાઉદેપુર: 3 કરોડનું વિવાદાસ્પદ ટેન્ડર ઓપન, પારદર્શકતા ક્યાં ?

અટલ સમાચાર, ડેસ્ક છોટાઉદેપુર જીલ્લા પંચાયતનું વિવાદાસ્પદ ટેન્ડર ભારે વિરોધને વચ્ચે ખોલી દેવામાં આવ્યુ છે. જીલ્લાભરના પ્રિન્ટિંગ પ્રેસવાળાઓએ પારદર્શકતા સામે ગંભીર સવાલો ઉઠાવી રજૂઆત કરી હતી. જોકે ટાઇમલાઇન મુજબ સત્તાધિશોએ ટેન્ડર ખોલીને નિયમ પ્રક્રિયા શરૂ કરી દેતાં ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ છે. ગત બે વર્ષથી જીલ્લા બહારના ઠેકેદારને ટેન્ડર મળવા સામે જીલ્લામાં ભારે રોષ ઉભો
 
રીપોર્ટ@છોટાઉદેપુર: 3 કરોડનું વિવાદાસ્પદ ટેન્ડર ઓપન, પારદર્શકતા ક્યાં ?

અટલ સમાચાર, ડેસ્ક 

છોટાઉદેપુર જીલ્લા પંચાયતનું વિવાદાસ્પદ ટેન્ડર ભારે વિરોધને વચ્ચે ખોલી દેવામાં આવ્યુ છે. જીલ્લાભરના પ્રિન્ટિંગ પ્રેસવાળાઓએ પારદર્શકતા સામે ગંભીર સવાલો ઉઠાવી રજૂઆત કરી હતી. જોકે ટાઇમલાઇન મુજબ સત્તાધિશોએ ટેન્ડર ખોલીને નિયમ પ્રક્રિયા શરૂ કરી દેતાં ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ છે. ગત બે વર્ષથી જીલ્લા બહારના ઠેકેદારને ટેન્ડર મળવા સામે જીલ્લામાં ભારે રોષ ઉભો થયો છે. જેમાં ફરી એકવાર 3 કરોડનું ટેન્ડર ચોક્કસ શરતો સાથે ચોક્કસ ઠેકેદારને મળવાની આશંકા હકીકત બને તેવી નોબત છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

છોટાઉદેપુર જીલ્લા પંચાયતના સત્તાધિશોની વહીવટી ગતિવિધિ સામે અત્યંત ગંભીર સવાલો ઉભા થયા છે. ગત દિવસોએ સ્ટેશનરી અને બાઇન્ડિંગ સહિતના કામો માટે ત્રણ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ. જેમાં ઇએમડી 3 લાખ, વાર્ષિક 2 કરોડનો ટર્નઓવર અને 50 લાખનો વર્ક ઓર્ડર ધરાવતા હોવાની શરતો ગોઠવાઇ હતી. જેનાથી જીલ્લાના નાના અને મધ્યમ કદના ઠેકેદારોને ટેન્ડર મળી શકે તેવી સંભાવના ઉડાવી દેવામાં આવી હતી. આથી પ્રિન્ટિંગ એસોશિએશને રજૂઆત કરી ટેન્ડર રદ્દ કરવા માંગ કરી હતી.

રીપોર્ટ@છોટાઉદેપુર: 3 કરોડનું વિવાદાસ્પદ ટેન્ડર ઓપન, પારદર્શકતા ક્યાં ?

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગત વર્ષ 2017-18 અને 2018-19 દરમ્યાન સરેરાશ 20 કરોડના કામો દાહોદના કોઇ ઠેકેદારને મળ્યા હતા. હવે વર્ષ 2019-20 માટે 3કરોડના કામો પણ અગાઉના જ દાહોદ સ્થિત ઠેકેદારને મળે તેવી પ્રબળ સંભાવના સામે વિરોધ ઉભો થયો છે. ચોક્કસ ઠેકેદારને ટેન્ડર મળે તેવી શરતો રાખવામાં આવી હોવાનો સનસનીખેજ આક્ષેપ છોટાઉદેપુર જીલ્લાના પ્રિન્ટિંગ એસોશિએશને કર્યો છે. વિવાદાસ્પદ ટેન્ડર ખોલી દેવામાં આવતાં રજૂઆતકર્તાઓ માટે ચોંકાવનારી સ્થિતિ બની છે.

શું કહે છે જીલ્લા વિકાસ અધિકારી ?

સમગ્ર મામલે જીલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલે જણાવ્યુ હતુ કે, સમયમર્યાદા મુજબ ટેન્ડર ખોલી દેવામાં આવ્યુ છે. હવે નિયમોનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. જોકે રજૂઆતની સામે ટેન્ડર કેન્સલ થવાની સંભાવના નહિવત હોવાથી જીલ્લા પંચાયતનો વહીવટ પારદર્શક છે કે કેમ ? તે સવાલ સૌથી વધુ મોટો બની ગયો છે. ઉલ્લેખનિય છે કે, દાહોદના ઠેકેદારને છેલ્લા કેટલાક વર્ષોથી કરોડોના ટેન્ડર મળતાં હોઇ સવાલો મંથન કરાવી રહ્યા છે.