રીપોર્ટ@પરિપત્ર: આવકના દાખલામાં તલાટીઓની નિરસતા, જીલ્લા પંચાયત લાચાર

અટલ સમાચાર, મહેસાણા રાજ્ય સરકારે આવકના દાખલા માટે ગ્રામ પંચાયતોને અધિકૃત કરતા નાગરિકોને મોટી રાહત મળી છે. વારંવાર તાલુકા કક્ષાએ ધક્કા ખાવાને બદલે જેતે ગામથી જ દાખલા આપવા તલાટીઓને સુચિત કર્યા છે. જોકે જીલ્લા અને રાજ્ય તલાટી મંડળના દબદબા સામે આવકના દાખલા આપવા નિરસતા બની છે. રાજ્ય તલાટી મંડળ પરિપત્ર સામે નારાજ હોવાથી અમલવારીમાં કાચબાગતિ
 
રીપોર્ટ@પરિપત્ર: આવકના દાખલામાં તલાટીઓની નિરસતા, જીલ્લા પંચાયત લાચાર

અટલ સમાચાર, મહેસાણા

રાજ્ય સરકારે આવકના દાખલા માટે ગ્રામ પંચાયતોને અધિકૃત કરતા નાગરિકોને મોટી રાહત મળી છે. વારંવાર તાલુકા કક્ષાએ ધક્કા ખાવાને બદલે જેતે ગામથી જ દાખલા આપવા તલાટીઓને સુચિત કર્યા છે. જોકે જીલ્લા અને રાજ્ય તલાટી મંડળના દબદબા સામે આવકના દાખલા આપવા નિરસતા બની છે. રાજ્ય તલાટી મંડળ પરિપત્ર સામે નારાજ હોવાથી અમલવારીમાં કાચબાગતિ આવી છે. જેની સામે ઉત્તર ગુજરાતની જીલ્લા પંચાયતો લાચાર હોવાના સવાલો બન્યા છે.

રીપોર્ટ@પરિપત્ર: આવકના દાખલામાં તલાટીઓની નિરસતા, જીલ્લા પંચાયત લાચાર

નાગરિકોએ આવકના દાખલા માટેની સેવામાં રાજ્ય સરકારે ફેરફાર કરી મુશ્કેલીમાં ઘટાડો કર્યો છે. અગાઉ તાલુકા કક્ષાએ ATVT અને TDO મારફત આવકના દાખલા મળતા હોઇ ગામડેથી અરજદારોનો ઘસારો રહેતો હતો.રીપોર્ટ@પરિપત્ર: આવકના દાખલામાં તલાટીઓની નિરસતા, જીલ્લા પંચાયત લાચાર

જેમાં હવે તલાટીઓને આવકના દાખલા આપવાની સત્તા સોંપાતા અરજદારોને ગામમાં જ સગવડ મળી છે. જોકે રાજ્ય તલાટી મંડળના હોદ્દેદારો વિવિધ બાબતોનો આધાર લઇ આવકના દાખલા આપવા સામે પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે.

રીપોર્ટ@પરિપત્ર: આવકના દાખલામાં તલાટીઓની નિરસતા, જીલ્લા પંચાયત લાચાર

તલાટી મંડળની હાક અને દબદબા સામે ગામડેથી આવકના દાખલા આપવાનું પ્રમાણ ખુબ જ નજીવુ રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા પંચાયત હેઠળના નજીવા તલાટીઓ દ્વારા દાખલા અપાયા હોવાનું સામે આવ્યુ છે. જીલ્લા પંચાયતમાં આદેશ છતાં અમલવારીમાં ગતિ નહિ આવતા અનેક ગામોના અરજદારો માટે પરિસ્થિતિ ઠેરની ઠેર હોવાનું મનાય છે.રીપોર્ટ@પરિપત્ર: આવકના દાખલામાં તલાટીઓની નિરસતા, જીલ્લા પંચાયત લાચાર

પરિપત્ર છતાં સુચના આપવી પડે છે

તલાટીઓને આવકના દાખલા કાઢવાનો આદેશ છતાં સુચના ઉપર સુચના આપવી પડી છે. કડી તાલુકા પંચાયતે મામલતદારને પત્ર લખી કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અરજદારોને આવકનો દાખલો નહિ આપવા જણાવ્યુ છે. મામલતદાર કચેરીની ATVTમાં ગ્રામ્ય કક્ષાના અરજદારોને હવેથી આવકના દાખલા માટે કાર્યવાહી ન કરવા તેમજ અરજદારોને જે તે ગામેથી દાખલો લેવા માહિતગાર કરવાનો પત્ર લખવામાં આવ્યો છે. જેનાથી ગ્રામ્ય કક્ષાએ આવકના દાખલાની નિરસતા બની હોવાનું મનાય છે.