રીપોર્ટ@કોરોના: ઇટલીમાં આ કારણોથી 10 હજારથી વધુ લોકોનાં મોત થયા

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાયરસથી દુનિયાભરમાં મોતનો આંકડો 33 હજારને પાર પહોંચી ગયો છે. તેમાંથી 10 હજારથી વધુ લોકોના જીવ માત્ર ઈટલીમાં ગયા છે. ઈટલીએ સ્પેન, ચીન અને અમેરિકાને ઘણા પાછળ છોડી દીધા છે. અહીં સરેરાશ રોજના 700થી વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. જો સ્વાસ્થ્ય સેવાઓની વાત કરીએ તો ઈટલીમાં ટૉપ ક્લાસ મેડીકલ સુવિધાઓ છે.
 
રીપોર્ટ@કોરોના: ઇટલીમાં આ કારણોથી 10 હજારથી વધુ લોકોનાં મોત થયા

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસથી દુનિયાભરમાં મોતનો આંકડો 33 હજારને પાર પહોંચી ગયો છે. તેમાંથી 10 હજારથી વધુ લોકોના જીવ માત્ર ઈટલીમાં ગયા છે. ઈટલીએ સ્પેન, ચીન અને અમેરિકાને ઘણા પાછળ છોડી દીધા છે. અહીં સરેરાશ રોજના 700થી વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. જો સ્વાસ્થ્ય સેવાઓની વાત કરીએ તો ઈટલીમાં ટૉપ ક્લાસ મેડીકલ સુવિધાઓ છે. તેમ છતાંય અત્યાર સુધી દુનિયામાં સૌથી વધુ લોકોનાં મોત અહીં થયા છે અને તે સિલસિલો રોકાવાનું નામ નથી લઈ રહ્યો. એવામાં સવાલ થાય છે કે ઈટલીમાં જ આવું કેમ થઈ રહ્યું છે? આવો એક નજર નાખીને મુખ્ય કારણો પર..

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

  • કોરોના વાયરસની ઝપટમાં દરેક ઉંમરના લોકો આવી રહ્યા છે પરંતુ વૃદ્ધો પર તેની સૌથી વધુ અસર પડી રહી છે. ખાસ કરીને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં સંક્રમણ બાદ મોતનો ખતરો સૌથી વધુ છે. કારણ કે નબળું ઇમ્યૂનિટી લેવલ. ઈટલીમાં જાપાન બાદ સૌથી વધુ વૃદ્ધ લોકો છે. આંકડા મુજબ, ઈટલીમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા લગભગ એક કરોડ 76 લાખ છે એટલે કે લગભગ 23 ટકા, જ્યારે જાપાનમાં આ સંખ્યા લગભગ સાડા ત્રણ કરોડ છે.
  • વુહાન શહેરમાં જ્યારે કોરોના વાયરસ વિશે જાણ થઈ તો એક કરોડ લોકોને લૉકડાઉન કરી દેવામાં આવ્યા. તમામ ટ્રેન, ફ્લાઇટ્સ અને બસોને બંધ કરી દેવામાં આવી. પરંતુ ઈટલીમાં આવું ન થયું. ઘણા વિલંબ બાદ અહીં શહેરોને લૉકડાઉન કરવામાં આવ્યા. એટલું જ નહીં લોકો લૉકડાઉનને માનવા માટે તૈયાર પણ નહોતા. જ્યારે અહીંની સરકારે 3000 યૂરોનો દંડ ફટકારવાનું શરૂ કર્યું ત્યારે લોકો ઘરમાં રહેવા લાગ્યા.
  • આંકડાઓ મુજબ, ઈટલીમાં મોટાભાગના એવા લોકોનાં મોત થયા છે જેમની સરેરાશ ઉંમર 78 વર્ષથી વધુ છે. જોકે, થોડા દિવસો પ્હેલા 102 વર્ષની એક મહિલા 20 દિવસ હૉસ્પિટલમાં પસાર કર્યા બાદ સાજી થઈને ઘરે પરત આવી ગઈ.
  • ઈટલીના સૈકો હૉસ્પિટલના ડૉક્ટર મૈસિમો ગાલ્લીનું કહેવું છે કે અહીં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યાને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહ્યા છે. સીએનએન સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું કે અસલી આંકડો ઘણો વધારે છે. એટલે કે આવનારા દિવસોમાં અહીં મોતનો આંકડો ઘણો વધુ શકે છે.
  • ઈટલીમાં કોરોના વાયરસને લઈને ટેસ્ટ પણ ઘણા ઓછા થઈ રહ્યા છે. માત્રે એવા લોકોના હાલ ટેસ્ટ થઈ રહ્યા છે જેમનામાં કોરોનાના વધુ લક્ષણ દેખાય છે. ઈટલીના ઉત્તરમાં આવેલા શહેર લોમબાર્ડીમાં એક દિવસમાં 5 હજાર લોકોને સ્વેબ ટેસ્ટ થઈ રહ્યા છે. એટલું જ નહીં એક્સપર્ટ્સ મુજબ ઈટલીમાં સારવાર માટે ડૉક્ટરોની પાસે પ્રોટેક્ટિવ ગિયર પણ ઘણા ઓછા છે.