રિપોર્ટ@કોરોના: કડી અને ડીસા પંથકમાં કેસોનો ત્રાસ, આજે કુલ 8 દર્દી વધ્યા

અટલ સમાચાર, ડીસા, કડી ઉત્તર ગુજરાતમાં કોરોના વાયરસનો આતંક વારંવાર માથું ઉંચકી રહ્યો છે. જેમાં સૌથી વધુ ટાર્ગેટ અવરજવર ધરાવતાં શહેર બનતાં જાય છે. ડીસા અને કડી પંથકમાં કોરોના વાયરસ ફફડાટ વચ્ચે સન્નાટો ઉભો કરી રહ્યો છે. આજે બંને શહેરમાં કુલ 6 સહિત 8 દર્દી વધી ગયા છે. આવી સ્થિતિમાં કોરોના મહામારી વચ્ચે જીવનયાપન ચિંતાજનક
 
રિપોર્ટ@કોરોના: કડી અને ડીસા પંથકમાં કેસોનો ત્રાસ, આજે કુલ 8 દર્દી વધ્યા

અટલ સમાચાર, ડીસા, કડી

ઉત્તર ગુજરાતમાં કોરોના વાયરસનો આતંક વારંવાર માથું ઉંચકી રહ્યો છે. જેમાં સૌથી વધુ ટાર્ગેટ અવરજવર ધરાવતાં શહેર બનતાં જાય છે. ડીસા અને કડી પંથકમાં કોરોના વાયરસ ફફડાટ વચ્ચે સન્નાટો ઉભો કરી રહ્યો છે. આજે બંને શહેરમાં કુલ 6 સહિત 8 દર્દી વધી ગયા છે. આવી સ્થિતિમાં કોરોના મહામારી વચ્ચે જીવનયાપન ચિંતાજનક બનતું જાય છે. દર્દીઓની સંખ્યા સ્થગિત થવાને બદલે વધારો કરતી હોઇ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફફડાટ યથાવત રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રિપોર્ટ@કોરોના: કડી અને ડીસા પંથકમાં કેસોનો ત્રાસ, આજે કુલ 8 દર્દી વધ્યા

ઉત્તર ગુજરાતના કેટલાક શહેરોમાં કોરોના વાયરસ અટકવાનું નામ લેતો નથી. મહેસાણા જિલ્લાના કડી, પાટણ જિલ્લાના પાટણ શહેર અને બનાસકાંઠા જિલ્લાના કડી શહેરમાં કેસની સંખ્યા ચોંકાવનારી બની છે. આજે પાટણ શહેરમાં કુલ 10, કડી અને ડીસામાં 3-3 કેસ આવ્યા છે. જ્યારે ડીસા નજીક માલગઢ અને મહેસાણા શહેરમાં પણ એક-એક દર્દી વધ્યા છે. આથી ત્રણેય જિલ્લામાં આજે કુલ 19 દર્દી કોરોના પોઝીટીવ આવ્યા છે.

રિપોર્ટ@કોરોના: કડી અને ડીસા પંથકમાં કેસોનો ત્રાસ, આજે કુલ 8 દર્દી વધ્યા

સૂત્રોએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં કોરોના વાયરસ શહેરમાંથી આગળ વધી ગ્રામ્ય તરફ આવ્યો હતો. જોકે લોકલ સંક્રમણ ગ્રામ્ય કરતાં 10 ગણું શહેરમાં વધતું હોઇ ફરીથી અસરગ્રસ્ત શહેરમાં કેસો વધી રહ્યા છે. જેમાં હવે ટ્રેન્ડ બદલાયો હોય તેમ વૃધ્ધ સાથે યુવાધનમાં પણ કેસ આવી રહ્યા હોવાથી આરોગ્ય આલમમાં દોડધામ મચી છે. અજાણ્યે બનતાં સંક્રમિતો પોઝિટિવ બની સંક્રમણ વધારે તે પહેલાં ચેપનો ફેલાવો સ્ટોપ કરવો અત્યંત મહત્વનો છે.