રીપોર્ટ@દેશ: જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને મદદ કરનારા 3 લોકો ઝડપાયા, જાણો વિગતવાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પહલગામ આતંકી હુમલા બાદ સેનાએ જમ્મુ કાશ્મીરમાં તજવીજ તેજ કરી દીધી છે. છેલ્લા 2 દિવસમાં તો 6 આતંકીને ઠાર કર્યા છે. ત્યારે હવે બડગામમાં આતંકી નેટવર્કનો પર્દાફાશ થયો છે. જેમાં પોલીસે આતંકીઓને મદદ કરનારા 3 લોકોની ધરપકડ કરી છે. આ ત્રણેય આતંકી સંગઠન લશ્કર એ તૈયબાને જાણકારી આપતા હતા.ધરપકડ કરાયેલા લોકોની ઓળખ મુઝમ્મિલ અહેમદ, ઇશફાક પંડિત અને મુનીર અહેમદ તરીકે થઈ છે.
આ ત્રણેયની માગમના કાવુસા નરબલ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમની પાસેથી એક પિસ્તોલ અને ગ્રેનેડ પણ મળી આવ્યા હતા. ત્રણેય સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસમાં બે એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. સેના અને પોલીસે આજે શુક્રવારે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે.
ત્રાલ અને શોપિયામાં બે એન્કાઉન્ટરમાં આતંકવાદીઓ માર્યા ગયા. એક ઓપરેશન ઊંચા પર્વતીય વિસ્તારોમાં થયું, એક ઓપરેશન ગામમાં થયું. સુરક્ષા દળોએ બંને સ્થળોએ કાળજીપૂર્વક આતંકવાદીઓને ઠાર માર્યા હોવાની માહિતી આપી હતી.GOC V ફોર્સ, મેજર જનરલ ધનંજય જોશીએ આ અંગે કેલાર અને ત્રાલ વિસ્તારોમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી અંગે જણાવ્યું કે 12 મેના રોજ, અમને કેલારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદી જૂથની હાજરીની માહિતી મળી હતી.