રીપોર્ટ@દેશ: હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં 62 લોકોના મોત, 56 લોકો ગુમ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામ પરથી પરત ફરી રહેલા 40 યાત્રાળુઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે સોનપ્રયાગ નજીક સ્લાઈડ ઝોનમાં અચાનક ભુસ્ખલન થયુ હતું. જેના લીધે 40 યાત્રાળુઓ ફસાઈ ગયા હતા. દુર્ઘટનાની જાણકારી મળતાં જ તૈનાત એસડીઆરએફના જવાન ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. એસડીઆરએફની ટીમે યાત્રાળુઓ સુધી સુરક્ષિત માર્ગ બનાવી તેમને સફળતાપૂર્વક સ્લાઈડઝોનમાંથી બહાર કાઢ્યા હતાં. તમામ યાત્રાળુઓ મોડી રાત્રે 1- વાગ્યે સ્લાઈડ ઝોનમાં ફસાયા હતાં.
ભારે વરસાદ અને ભુસ્ખલનની આશંકા વચ્ચે ચારધામ યાત્રા એક દિવસ માટે અટકાવી દેવામાં આવી હતી.લોકોની સુરક્ષા માટે સાવચેતીના પગલાં લેવાયા હતા. બાદમાં સોમવારે યાત્રા ફરી શરૂ થઈ હતી. જેમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતાં ઠેર-ઠેર ભુસ્ખલનની ઘટના બની હતી.હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયુ છે. રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, 20 જૂનથી અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં કુલ 63 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 56 લોકો ગુમ છે. 103 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 84 પશુઓ મૃત્યુ પામ્યા છે અને 223 ઘરોને નુકસાન થયું છે.
મંડીમાં જ 13 લોકોના મોત થયા છે. જ્યારે 29 લોકો ગુમ છે. થુનાગમાં પાંચ, કરસોગમાં એક અને ગૌહરમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય જોગિન્દ્રનગરના સ્યાંજમાંથી બે મૃતદેહો મળી આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં સોમવારે રાત્રે આભ ફાટ્યું હતું. જેના લીધે 100થી વધુ રસ્તાઓ ધોવાઈ ગયા છે. ભુસ્ખલનના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે.